pina_AIA2RFAWACV3EAAAGAAFWDL7MB32NGQBAAAAAITRPPOY7UUAH2JDAY7B3SOAJVIBQYCPH6L2TONTSUO3YF3DHBLIZTASCHQA https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Adhiyatmik Astro: દ્રૌપદીની ક્ષમાશીલતા

Adsence

Tuesday, May 26, 2026

દ્રૌપદીની ક્ષમાશીલતા

દ્રૌપદીની ક્ષમાશીલતા:  


દ્રૌપદીની ક્ષમાશીલતા:  


મહાભારતના યુદ્ધ સમયની વાત છે. મહાભારતનું યુદ્ધ પુરું થયું ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોની સાથે જ્યાં પાંડવોના તંબુ હતા ત્યાં થોડે દૂર કોઇ કારણોસર ગયા હતા. 


આ તંબુઓમાં મહાભારતના યુદ્ધ દરમ્યાન પાંડવ પક્ષની રાણીઓ, નારીઓ અને નાના બાળકો રહેતા હતા. 


કૌરવ પક્ષે રહેલા દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને જાણ થઇ ગઇ કે આજે પાંડવોના તંબુઓમાં સ્ત્રી અને બાળકો સિવાય બીજો કોઇ ત્યાં નથી. 


દ્રૌપદીની ક્ષમાશીલતા



StonKraft Brass Wall Hanging Diya (Gold_7.9 Inch X 7.9 Inch X 5.9 Inch)

Visit the StonKraft Store   https://amzn.to/3PJgak8


તે તેનો લાભ લઇ દ્રૌપદીના પાંચ પુત્રોનું ગળું કાપી તેમની હત્યા કરી નાખી અને પાંડવોના શિબિરમાં આગ લગાડી દીધી.

આ ઘટના બની તે દરમ્યાન વહેલી સવારે ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવો જયારે તે તંબુઓ પાસે પહોંચ્યા અને જુએ છે તો સ્ત્રીઓ હૈયાફાટ રૂદન કરી રહી છે અને દ્રૌપદીજી ભારે આક્રંદ કરી રહ્યાં હતા. અને તેના પાંચ પુત્રોના મસ્તક કપાયેલા ધડ પડ્યા હતા. 

આ ઘટના જોઇ અને પાંચેય પાડવ ભાઇઓ તો ક્રોધિત થઇ ગયા. 

ગુસ્સામાંને ગુસ્સામાં અર્જુન દ્રૌપદીજીને કહે છે કે, "તું ધીરજ રાખ, 
+++ +++
આ દુષ્કૃત્ય કરનારા એ અશ્વત્થામાને તેણે જે નીંદનીય કર્મ કર્યું છે તેનું ફળ અવશ્ય મળશે. તેને ઉચિત છે તે હું આપીશ. 

હું એનું માથું કાપી અને તારા ચરણોમાં મુકીશ. જેથી તારો શોક દૂર થાય." ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન રથ ઉપર બેસીને સીધા અશ્વસ્થામા પાસે ગયા, 


દ્રૌપદીની ક્ષમાશીલતા


ત્યારે ત્યાં અર્જુન અને અશ્વસ્થામાં વચ્ચે ભીષણ યુદ્ધ થયું. 

ત્યાં આખરે અર્જુને પોતાની કુનેહ વડે અશ્વત્થામાને કેદ કર્યો પરંતુ તેને મારવાનું અર્જુનને યોગ્ય ન લાગ્યું. 
+++ +++
કારણ કે ગમે તેમ તોય અશ્વસ્થામાં ગુરૂપુત્રખરો ને. તેથી કેદ કરેલ અશ્વત્થામાને મજબૂત દોરડા વડે બાંધી પોતાના રથમાં નાખી અને તંબુઓ પાસે લાવ્યા અને જયાં દ્રૌપદી બેઠા હતા 

તે જગ્યાએ ઊભો રાખી દીધો. ત્યાં હાજર રહેલા બધા જ તેના પર બાળ હત્યા કરવા બદલ ફિટકાર વરસાવતા હતા. 

તેને જોઇને ભીમ પણ ખૂબ જ ગુસ્સે ભરાયો અને દાંત કચકચાવતાં ભીમે ક્રોધમાંને ક્રોધમાં કહ્યું, 

"આ બાળ હત્યારાને હમણાને હમણાં મારી નાખવો જોઇએ. એક ક્ષણવાર પણ તેને જીવતો રહેવા દેવો જોઇએ નહીં, કારણ કે તેણે હવે તેને જીવતા રહેવાનો અધિકાર ખોઇ નાખ્યો છે." 

આ સમયે દ્રૌપદીજીએ ધીરજ ધારણ કરી અને મોક્ષના પાંચ પુત્રોના મૃત શરીર પાસે બેઠી હતી. ત્યારે પોતાના પુત્રોનો હત્યારો સામે કેદ થયેલો ઊભો હતો. 
+++ +++
તેની નજર નીચી હતી તેને જોઇ અને તેના ઉપર દયા ખાતા ખાતા દ્રૌપદીજી કહે છે, 

"અરે ! તમે સૌએ સાથે મળી અને આ શું કર્યું ? 

તમને જે ગુરૂએ અન્ન, શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું તે ગુરૂના પુત્રને આજે તમે કેદ કર્યો. 

મહેરબાની કરીને તમે અને જલદી છોડી મૂકો. 

તેનો તો ઠીક પણ તેની માતાનો તમે વિચાર કરો. 
+++ +++
પુત્રના મૃત્યુથી જે શોક ઉત્પન્ન થાય છે તે શોક કેવો હોય તે મેં અનુભવ્યો છે અને અત્યારે તે અનુભવમાંથી જે હું પસાર થઇ રહી છું. 

માટે તેમની માતા કૃપીદેવી એ તમારા અને મારા માટે અત્યંત પૂજનીય છે. 

તેમને પણ મારી જેમ શોક ઉત્પન્ન ન થાય અને રડવું ના પડે તે માટે તત્કાલ છોડી મૂકો."
+++ +++
આમ, દ્રૌપદીજીની સહનશીલતા અને ક્ષમાશીલતા જોઇ અને ત્યાં હાજર રહેલ સૌ કોઇ દંગ રહી ગયા. 

ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને માથે ચડાવી અને અશ્વસ્થાના મસ્તકનો મણી ઝૂંટવી લઈ અને ત્યાંથી જવા દીધો. 

આવી મહાન આર્યનારીને આજે પણ જગત તેની આ મહાનતા માટે યાદ કરે છે.
+++ +++
:: ભજન ::

આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે,

ફૂલની ગાદીને ફૂલના તકિયા,

ફૂલના બીદડા બિછાવીએ રે...કાલ...

સોનાના સોંગઠાને રેશમની ચોપાટ,

હિરલાના પાસા ડેલાવીએ રે...કાલ...

સોનાનું પારણું ને રેશમની દોરી,

હરખે શ્રીનાથજીને હલાવીએ રે...કાલ...

વાણીના મેહુલાને આનંદની હેલી,

સુખને સરવડે ભીંજાવીએ રે...કાલ...

"વલ્લભ"ના સ્વામી પ્રભુ રસિક શિરોમણી,

વલી વલી મુખડા નિહાળીએ રે...કાલ...
+++ +++

નિષ્કામ ભક્તિનું ફળ :


એક વખત અર્જુનને લઇ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીલોક પર ફરવા નિકળ્યા હતા. 


ફરતા ફરતા તેઓ એક જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. 


ત્યાં રસ્તામાં એક ગાયને જોઇ. એ ગાય પીડાતી હતી અને વિચિત્ર અવાજ કરી રહી હતી. 

ત્યાં અર્જુનનું મન આ દ્રશ્ય જોઈ અને ખીન્ન થઇ ગયું તેણે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી, 

"હે પ્રભુ, આ કોઇ રોગથી પીડાઇ રહેલ ગાયને મુક્તિ આપો. તમે આ ગાય ઉપર દયા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, "
+++ +++
પૂર્વ જન્મમાં તેણે જે કર્મો કરેલા છે, 

તેના ફળ તે ભોગવી રહી છે. તેમ છતાં જો તને દયા આવતી હોય તો તું એક કામ કર. 

"તે કોઈ મારું તપ કર્યું હોય તો તેનું ફળ તું આ ગાયને સંકલ્પ કરીને આપ તો તે ગાય જરૂર મુક્તિને પામશે."

આમ, કહેવા પાછળનો ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય અર્જુન સમજી ન શક્યો. 

અર્જુનને મનમાં અભિમાન હતું કે, મારા જેવા જપ-તપ તો કોઇએ નથી કર્યા. 

તેથી ભગવાન શ્રી કૃષ્ણ તેનું અભીમાન ઉતારવા માંગતા હતા. તેથી અર્જુને સંકલ્પ કર્યો કે, 
+++ +++
" જે જપ - તપ મેં કર્યા છે તેનું ફળ આ ગાયને અર્પણ કરું છું." 

પણ તેના અભિમાનને કારણે ગાયની અવસ્થામાં કંઈ જ ફેર ન પડ્યો એટલે અર્જુન મુંઝાઈ ગયો. 

પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું મારી સાથે ચાલ તારી ઇચ્છા આજે આપણે પૂર્ણ કરશું.

આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાથે લઇ અને પાસેના એક ગામમાં ગયા. 

ત્યાં એક ઘર પાસે ઊભા રહ્યા. 

તે ઘરમાં એક મોટી ઉંમરના ડોશીમાં રહેતા હતા. 

તેની નજર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પર પડી તેથી તેને લાગ્યું કે, કોઇ યાચક આવ્યા લાગે છે. 
+++ +++
તેથી તેને આપવા માટે ઘરમાંથી કશુક લઇને ડોશીમાં બહાર આવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, 

"અમને ભીક્ષામાં કોઇ વસ્તુ નથી જોઇતી પરંતુ જુદા જ પ્રકારની ભીક્ષા અમને જોઇએ છે. 

તમે આપશો ?" 

ડોશીમાં કહે છે, 

"તમને જે જોઇતું હોય તે આપવા માટે હું તૈયાર જ છું. જે વસ્તુ મારી પાસે હશે તે આપવા હું તૈયાર છું."
+++ +++
જુઓ, પાસેના જંગલ વિસ્તારમાં એક બિમાર ગાય પડી છે. 

તેને મુક્તિ મળે તે માટે તમે તમારા પુણ્યમાંથી ફળ આપો 

તો તે ગાયની મુક્તિ થઇ જાય અને તેને લીધે પીડામાંથી તેને મુક્તિ મળે.  

ડોશીમાં કહે છે, 

"બીજું તો મેં શું તપ કર્યું હોય ? 

પરંતુ હું સતત ભગવાનનું નામસ્મરણ કરતી રહું છું અને આજ દિવસ સુધી મેં સતત પુરુષોત્તમ માસ નીતિ નિયમ પૂર્વક કર્યા છે. 

આમ છતાં પણ મારાથી એ વ્રતમાં ભૂલ ચૂક રહી ગઈ હોય છતાં મારું કંઈ પુણ્ય હોય તો તે ગાયને મુક્તિ અપાવવા મદદરૂપ થાય તો તેને તે ફળ આપવા હું તૈયાર છું." 
+++ +++
પછી ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને તે ડોશીમાં એ ત્રણેય ગયા સીધા ત્યાં જ્યાં ગાય પીડાતી હતી. 

પછી જમણા હાથમાં પાણી લીધું અને સંકલ્પ કર્યું, 

મેં આજ દિવસ સુધી અધિકમાસનું વ્રત નિષ્ઠા અને શ્રધ્ધા પૂર્વક કર્યું હોય અને તેનું જો મને કંઇ ફળ પ્રાપ્ત થયું હોય તો તે પુણ્ય ફળમાંથી ફળ અર્પણ કરવાથી આ ગાયને મુક્તિ મળે તો તે માટે હું મારા પુણ્યનું ફળ આપવા અંતઃકરણ પૂર્વક સંકલ્પ કરું છું.
+++ +++
આ સંકલ્પ ચાલી રહ્યો હતો ત્યારે પણ અર્જુન વિચાર કરી રહ્યો હતો કે, મારી ભક્તિ પાસે આ ડોશીમાની ભક્તિ શું વિસાત માં...? 

પરંતુ ડોશીમાં આ સંકલ્પ પૂર્ણ કર્યો અને ગાય તો સદેહે સ્વર્ગના માર્ગે ઉપડી ગઈ. 

આ દ્રશ્ય જોઇને આખરે અર્જુનને રહસ્ય સમજાયું. 

તેનું અભિમાન ઉતરી ગયું અને તરત જ પોતાની ભૂલ સમજાતા તે પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરી અને કહ્યું, 
+++ +++
"હું સમજી ગયો છું કે, તમે મારું અભિમાન ઉતરવા માટે જ આ લીલા કરી હતી." 

ત્યારે પોતાના પરમ ભક્તોમાના એક એવા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ઊભો કરી અને પોતાની છાતી સરસો ચાપી તેના વાસામાં વાત્સલ્ય ભર્યો હાથ ફેરવ્યો અને કહ્યું, 

" હે પાર્થ, મને મારો ભક્ત અભિમાન કરે તે જરાય ન ગમે. માટે હું મારા ભક્તોનું સૌ પ્રથમતો અભિમાન ઉતારું છું પછી જ મારું શરણ આપું છું."

વળી, જે ભક્ત મારી ભક્તિ કરી તે ભક્તિનું અભિમાન કરે તેની ભક્તિ પણ નિષ્ફળ 

જાય છે. પછી ભગવાને અને અર્જુને પોતાના અસલી સ્વરૂપે પ્રગટ કરી અને ડોશીમાને દર્શન આપ્યા અને તે ડોશીમાને ગૌલોકમાં પ્રવેશ આપ્યો.
+++ +++
:: ભજન ::

શ્રીકૃષ્ણ શરણં મમ એ મંત્ર સદાયે તું જપતો જા.

આવ્યો છે તો આ સંસારે સફળ જન્મ તું કરતો જા.

મન વાણી કાયા વશ રાખી (૨)

મમતાનો બોજો દૂરનાખી

ધન દીધું જો ધણીએ તુજને,

પેટ ભૂખ્યાના ભરભરતો જા. આવ્યો છે તો...

આ જગતમાં તું મહાન કહાવે (૨)

આશા કરી કોઇ આંગણે આવે,

દીન દુઃખીયાની વાતો તારા

કર્ણપટે તું ધરતો જા. આવ્યો છે તો...

હું પદની ગ્રંથીને છેદી (૨)

માયાના ઘેરા ગઢ ભેદી ,

પ્રકાશમય શ્રી પ્રભુના પંથે,

હળવે હળવે તું સરતો જા. આવ્યો છે તો...

" ગોવિંદ " ગુરૂના શરણ ગ્રહીલે (૨)

દુ : ખ પડે તો દુઃખ સહી લે,

માન સાગરના મોંઘા મોતી.

હિંસ બનીને ચરતો જા. આવ્યો છે તો...

हर हर महादेव जय मां अंबे मां !!!!! शुभमस्तु !!! 
+++ +++


+++ +++

No comments:

Post a Comment