https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Adhiyatmik Astro: 12/03/24

Adsence

Tuesday, December 3, 2024

શ્રી દેવી ભાગવત અનુસાર માં દેવી પૂજન નું મહત્વ ::

શ્રી દેવી ભાગવત અનુસાર માં દેવી પૂજન નું મહત્વ . 


        શ્રી સનાતન વેદ માં શ્રી ઋગ્વેદ શ્રી યજુર્વેદ ના શ્રી દેવી ભાગવત અનુસાર માં દેવી પૂજન નું મહત્વ .ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરો મનુષ્યના શરીરના ચોવીસ અંગો પર સુમ અસર કરી મનુષ્યને ઉન્નતિના રસ્તે લઈ જાય છે. આ અંગે એક જર્મન વૈજ્ઞાનિક સંશોધન પણ કરેલું અને શાસ્ત્રોની આ વાતને અનુમોદન પણ આપેલું છે. 

        ગાયત્રી મંત્રનો મહિમા દર્શાવતી એક ઘટના છે. પૂર્વે વાગ્ભટ્ટ નામના એક વિદ્વાન થઈ ગયા. તેમને જીવનમાં કંઈને કઈ સમસ્યા રહ્યા કરતી આ તમામ સમસ્યાઓની નિવૃત્તી માટે તેમણે ગાયત્રી મંત્ર વડે ગાયત્રી ઉપાસના કરવાનું નક્કી કર્યું. 




Crafts of India Goddess Durga Poster/Reprint Hindu Goddess Sheran Wali Mata Picture with Glitter (Unframed : Size 5"X7" inches)

Visit the Crafts of India Storehttps://www.amazon.com/Crafts-India-Goddess-Reprint-Unframed/dp/B014DNTAAK?pd_rd_w=QdMLk&content-id=amzn1.sym.751acc83-5c05-42d0-a15e-303622651e1e&pf_rd_p=751acc83-5c05-42d0-a15e-303622651e1e&pf_rd_r=0JQDN7X52T2RN11HX4F2&pd_rd_wg=NogIw&pd_rd_r=9e2d8b37-91b4-43a8-be41-2793d3e87175&pd_rd_i=B014DNTAAK&psc=1&linkCode=ll1&tag=bloggerprabhu-20&linkId=e87a6147165e9d22789f31bd5029b399&language=en_US&ref_=as_li_ss_tl


        આમ ગાયત્રી સાધના કરવા માટે તેમણે વૃન્દાવનને પસંદ કર્યું. વૃન્દાવનમાં જઇ અને તેમણે સતત બાર વર્ષ સુધી વિધિવત ગાયત્રી મંત્રના જાપ કર્યા. સતત બાર વર્ષ સુધી ગાયત્રી મંત્રનો જપ કરવા છતાં તેમણે ધાર્યું હતું તેમ તેના કષ્ટ દૂર ન થયા. આથી તે વ્યથીત થયા. 

        વ્યથીત હૃદયે તેમણે વૃન્દાવન છોડી અને ત્યાંથી કાશી જવાનું નક્કી કર્યું. -વૃન્દાવન છોડી તેઓ કાશી આવ્યા. કાશીમાં તેઓ ફરી રહ્યા હતા. ફરતાં ફરતાં એકવાર વાગ્ભટ્ટ મણિકર્ણિકા ઘાટ ઉપર પહોંચ્યા. ત્યારે એ ઘાટ પર એક તાંત્રિક પોતાની " તંત્ર-સાધના' ' માં વ્યસ્ત હતા. તેમને જોઈ મનમાં ને મનમાં વાગભટ્ટજી વિચરાવા લાગ્યા કે , "આ બધું જ વ્યર્થ છે. પાઠ-પૂજા કરવાથી કોઇ જ લાભ નથી''. 

        પોતાની શક્તિ દ્વારા એ તાંત્રિક વાગ્ભટ્ટજીના વિચારોને જાણી ગયા તેથી તેમણે વાગ્ભટ્ટજીને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, "જો ભાઇ હું ગાયત્રી મંત્રનો જાપ નથી કરતો. હું તો એક અલગ જ મંત્રનો જાપ કરૂ છું. તેની સાધના તમને શિખડાવું છું. 

        તે મંત્રનો જાપ કરો પછી જુઓ કે એક વર્ષમાં તમને જે જોઇએ તે મળે છે કે નહિ! આમ, વાનમ તાંત્રિક પાસેથી મંત્રની દિક્ષા લીધી અને મંત્રની સિધી માટે સાધના શરૂ કરી દીધી. ૬ મહિનામાં જ એક ચમત્કાર સર્જાયો. એક ઓળો વાગ્ભટ્ટની પાછળ આવીને ઊભો રહ્યો. તેણે વાગ્ભટ્ટને કહ્યું , " માંગ માંગ માગે તે આપું ... '' વાગ્ભટ્ટ કહે છે કે, 




        "તું મારી સામે આવ, તું કોણ છે ? 

        તે મારે જવું છે..." ત્યારે તે ઓળાએ જવાબ આપ્યો, 

        "જો, હું તમારી સામે આવી શકું તેમ નથી. કારણ કે તમે મહામંત્ર ગાયત્રી મંત્રની ખૂબ જ સાધના કરેલી છે. તે શક્તિશાળી મંત્રના સાધક સામે આવી શકવાની મારી તાકાત નથી. 

        હું એક સ્મશાન સિદ્ધિવાળી શક્તિ છું.'' ત્યારે વામ્ભટ્ટ બોલ્યા, "જે એમ જ હોય તો એ ગાયત્રી મંત્રના જાપ કરવાથી મારા દુઃખો દૂર કેમ ન થયા? 

        જો તું એ જાણી શકતી હો તો મને બતાવ.'

        ગાયત્રી મંત્રને મહામંત્રની ઉપમા આપવામાં આવી છે. 

        વેદ - પૂરાણોએ મહામંત્ર ગાયત્રી મંત્રનો ખૂબ જ મહિમા ગાયો છે, તો વશિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, ઋષિ દયાનંદ સરસ્વતિ, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, ૫.મદનમોહન માલવિયાજી વગેરે મહાપુરૂષોએ પણ મહામંત્રની ખૂબ જ પ્રસંશા કરી છે. 

        ભાગવત પુરાણ ઉપરાંત શ્રીમદ્ ભાગવત ગીતામાં પણ ગાયત્રી મંત્રના મહિમાનો ઉલ્લેખ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ બહ્મમુહુર્તમાં ઉઠી, 

        દિન ચર્યા પૂર્ણ કરી અને ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા. " ગાયત્રી મંજરી '' માં ઉલ્લેખ મળે છે કે સાક્ષાત શિવજી મહારાજે જગત માતા પાર્વતી પાસે ગાયત્રી મંત્રના ગુણગાન ગાયા છે.

        ત્યારે તે શક્તિ બોલી, " તમારા સાત ભવના પાપ ભેગા થયા છે. જે ગાયત્રી મંત્રના જાપથી ધીરે-ધીરે બળવો લાગેલા બાર વર્ષમાં તમારા મોટા ભાગના પાપ બળી ગયા. એ દરમ્યાન જ તમે ગાયત્રી મંત્રની સાધના છોડી દીધી. 

        બોલ હવે બીજું હું તમને શું આપું? 

        " ત્યારે વાગભટ્ટ બોલ્યા, " ક્ષમા કરો ! 

        મારે તમારી પાસેથી કંઇ જ નથી જોઇતું." એમ કહી વાગભટ્ટે ત્યાંથી ઉઠી કાશી નગરીને છોડી ફરી વૃન્દાવનમાં પ્રવેશ કર્યો અને ત્યાં ફરી ગાયત્રી મંત્રની સાધના કરી, 

        તેના પરીણામ સ્વરૂપ તેમને આયુર્વેદનું અલૌકીક જ્ઞાન પ્રાપ્ત થયું અને આજે પણ તેમના " અષ્ટાંગ ગ્રંથ '' ને આમૂલ્ય માનવામાં આવે છે. 

        આ પ્રમાણે ગાયત્રી મહામંત્ર મહાશક્તિશાળી મંત્ર છે. તેના દ્વારા આ જગતના દરેક જીવોએ અનેક પ્રકારના સંતાપોમાંથી મૂક્તિ મેળવી અને પરમસુખની પ્રાપ્તી કરી છે. 

        એટલે જ હાલના યુગપુરૂષ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ " ગાયત્રી ચાલીશા '' માં ગાયત્રી મહામંત્રના ગુણગાન ગાતા કહ્યું છે કે,

        " મહા મંત્ર જીતને જગ માહીં કાઉ ગાયત્રી સજા નાહી." 

        આ મહામંત્ર ગાયત્રીનો શ્રધ્ધાપૂર્વક જાપ કરી અને મનુષ્યએ પોતાની આધ્યાત્મક ઉન્નતિ માટે પ્રયત્ન કરવો જોઇએ.

રોગોનો નાશ કરવા માટેનો મંત્ર


"રોગોનશેષાનપહંસી તુષ્ટા

રુષ્ટા તુ કામાન્ સકલાનભીષ્ટાન્ ા

ત્વામાશ્રિતાનાંન વિપન્નરાણાં

ત્વામાશ્રિતા હૃાાશ્રયતાં પ્રયાન્તિ ાા


પાપના નાશ માટેનો મંત્ર


" હિનસ્તિ દૈત્યતેજાંસિ સ્વનેનાપૂર્ય યા જગત્ !

સા ઘંટા પાતુનો દેવિ પાપેભ્યોડનઃ સુતાનિવ." !!


ઉપરોક્ત મંત્રની દરરોજ ત્રણ માળા કરવાથી પાપનો ક્ષય થાય છે.


        એકવાર મહર્ષિ નારદજી ફરતા ફરતા વિંધ્યાચળ પર્વત ક્ષેત્રે આવી પહોંચ્યા, આવેલા નારદજીને જોઇ વિંધ્યાચળે તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું. વાત વાતમાં મહર્ષિ નારદજીએ વિંધ્યાચળને કહ્યું, 

        " હે વિધ્યાચળ મારી દૃષ્ટિએ તું પણ હિમાલય જેવો મહાન છે પરંતુ તું જાણે છે કે, સૂર્યનારાયણ હિમાલય, નીલ, ગંધમાદન આદિ પર્વતોની પરિક્રમા કરે છે 

        તું પણ તેમના જેટલો જ મહાન છે છતાં પણ તે તારી પ્રદિક્ષણા ન કરી અને રોજે રોજ તારું અપમાન કરે છે, 

        તારૃં રોજે રોજ થતું અપમાન મારાથી તો જોવાતું નથી.. તને આ બાબતે કોઈ તકલીફ નથી થતી ? 

        તું તેજસ્વી હોવા છતાં તારૃં રોજે રોજ અપમાન થતું હોય તો તે તેજસ્વીતા શા કામની? *


        આ પ્રમાણે મહર્ષિ નારદજી દ્વારા કાન ભંભેરણી થતાં વિંધ્યાચળ ક્રોધે ભરાયો. 

        તેણે નક્કી કરી લીધું કે, 

        " કોઇપણ હિસાબે આ અભિમાની સુર્યનારાયણને જરૂર પાઠ ભણાવવો." 

        બસ પછી તો પૂછવું જ શું? 

        મહાશક્તિ ધરાવતા વિધ્યાચળે પોતાની જિંચાઇમાં એટલી હદે વધારો કરી નાખ્યો કે, સૂર્યનારાયણનો રથ તે ઉંચાઇ ઉપરથી નીકળવો અશક્ય બની ગયો. જેથી અડધી ભૂમિ પર ઘોર અંધકાર છવાઇ ગયો. આ બનાવને કારણે લોકો દિવસને પણ રાત્રિ સમજવા લાગ્યા તેથી યજ્ઞ, પૂજા-પાઠ વગેરે 

        દેવ કાર્યો અટકી ગયા. જેને કારણે દેવોને હવિભોજ મળવાનું બંધ થઇ ગયું. તેઓ ખૂબ જ દુઃખી બની ગયા. શું કરવું તેનો કોઇ માર્ગ દેખાતો ન હતો.

        આખરે આ સંકટથી બચવા માટે બધાય દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. 

        તેમની પાસે પોતાના દુઃખની રજુઆત કરી પરંતુ બ્રહ્માજીએ કહ્યું, 

        " આમાં હું કંઈ પણ કરી શકું તેમ નથી માટે આપણે સૌ શિવજી પાસે જઇએ, શિવજી પાસે જઈ સૌએ આવી પડેલા દુઃખમાંથી માર્ગ કાઢી આપવા વિનંતી કરી. તેમની વિનંતીને ધ્યાને લઇ શિવજીએ કહ્યું, " 

        તમે સી જે દુઃખ દૂર કરવા માટે આવ્યા છો, તેમાં હું મદદરૂપ થઇ શકું તેમ નથી. તે માટે તો આપણે વિષ્ણુ પાસે જવું પડે તેમ છે. 

        તેથી બ્રહ્માજી, શિવજી અને બધાય દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. તેમના આગળ વિંધ્યાચળને લીધે ઉભી થયેલી વાત કરી, વિષ્ણુ ભગવાન બોલ્યો, 

        " આ આખીય સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો અગત્ય મુનિ નામના એક મહાન દેવી ભક્ત પાસે છે. આ વિધ્યાચળ, તેનો શિષ્ય છે. મુનિના તપોબળના તેજ ને કારણે જ તે સૂર્યના સ્થાનને રોકી શક્યો છે. 

        તેમાં હું વચ્ચે પડી દેવીભક્તના ક્રોધનો ભોગ બનવા માંગતો નથી. માટે તમે સૌ દેવતાઓ સાથે મળી મુનિ અગત્ય પાસે જાવ. તે અત્યારે કાશી નગરીમાં તપ કરી રહ્યા છે. તેમની પાસે જઇને વિનંતી કરો તો તમારૃં કષ્ટ અવશ્ય દૂર થશે."

        આ સાંભળી સૌ દેવતાઓ સાથે મળી અને સુંદર એવી શિવજીની કાશી નગરીમાં આવ્યા. ત્યાં આવી સૌએ અગત્ય મુનિને વિનંતી કરી, 

        " હે મુનિ, વિંધ્યાચળ પર્વત તમારો શિષ્ય છે. તેના કારણે અમને એક મોટી તકલીફ ઉભી થઇ છે. તેણે પોતાની ઉંચાઇ વધારી સૂર્યનારાયણનો રથ રોકી રાક્યો છે. 

        જેથી પૃથ્વી લોકના અડધા ભાગમાં અંધકાર છવાયો છે. તેના લીધે અનેક જાતની સમસ્યાઓ ઉભી થયેલ છે. માટે અમારા કષ્ટને દૂર કરો. ત્યારે અગમ્ય મુનિએ દેવતાઓને ધીરજ રાખવા કહ્યું. પછી પોતે વિંધ્યાચળ પર્વત પાસે ગયા, ગુરૂઆવેલા જાણી વિંધ્યાચળ તેને પગે લાગવા નમ્યો. 

        ત્યારે સૂર્યનારાયણના રથને જવાનો માર્ગ ખુલ્લો થયો. ત્યારે ગુરૂએ તેને એમને એમ નમી રહેવાની આજ્ઞા આપી. આથી દેવી ભક્ત અગત્ય મુનિની આજ્ઞાથી આજ દિવસ સુધી તે નમતો રહેલ છે. 

        તેથી સૌ દેવતાઓએ દેવી માતાનો જય જયકાર કર્યો અને અગસ્ત મુનિનો ખુબ ખુબ આભાર માન્યો. વિંધ્યાચળે પોતાના ગુરૂ અગમ્ય મુનિને પ્રાર્થના કરી, 

        " હે ગુરૂ મારો પણ મહિમા વધે તેવું કંઇક કરો.'' 

        ત્યારે દેવી ભક્ત અગત્ય મુનિએ દેવી માને પ્રાર્થના કરી કે, 

        " હે મા તમે આ પર્વત ઉપર નિવાસ કરી પર્વતનું મહત્ત્વ વધે તેમ કરો."

        આથી આ ભગવતીએ ત્યાં પોતાનું સ્થાન સ્થાપ્યું અને તે પર્વતનો મહિમા વધે તે માટે વિધ્યાવાસીની તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા.

પ્રભુ પંડારામા ( રાજ્યગુરુ )

દ્રાવિડ બ્રાહ્મણ

જય માતાજી