નવરાત્રી એટલે માઁ નવદૂર્ગાની પૂજાનું પર્વ :
નવરાત્રી એટલે માઁ નવદૂર્ગાની પૂજાનું પર્વ :
સનાતન ના વેદ અનુસાર જોઈએ તો આમ આખા વર્ષ ની અંદર તો ચાર મોટી નવરાત્રી આવતી હોય છે
તેમાં મહા મહિના ની નવરાત્રી ,
ચેત્ર મહિના ની નવરાત્રી ,
અષાઢ મહિના ની નવરાત્રી અને
આશો મહિના ની નવરાત્રી તેમાં ત્રણ નવરાત્રી ગુપ્ત નવરાત્રી ના નામ થી ઓળખાય છે.
આ એટલે કે, ભાદરવા મા શ્રાદ્ધપક્ષની પૂર્ણાહુતિ થયા પછી એટલે કે,અમાસ પછી જ્યારે બીજા દિવસનો સૂર્યોદય થાય એટલે મા દુર્ગાના પાવન નવરાત્રિના દિવસોની શરૂઆત થાય. વર્ષાઋતુ પૂર્ણ થાય અને શરદઋતુની શરૂઆત સાથે જ મંગલ કાર્યો માટે નવરાત્રિના દિવસો ઉત્તમ માનવામાં આવે છે.
નવરાત્રિના દિવસો એટલે બુરાઇ પર અચ્છાઇની જીત. આ દિવસોમાં ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણ સાથે યુદ્ધ કરી તેનો વધ કરી માતા સીતાજીને મુક્ત કરાવ્યા હતા.
નવરાત્રી ના દિવસોમાં સમગ્ર ભારતવર્ષમાં તથા વિદેશોમાં જ્યાં જ્યાં દેવીભક્તો રહેતા હોય તેઓ ગરબામાં દિપ પ્રાગટ્ય કરી મા ભગવતીના જુદા જુદા સ્વરૂપોની સ્તુતિ કરે છે.
યા દેવી સર્વભૂતેષુ આલબઈ રૂપેણ સંસ્થિતા !
નમઃસ્તાયે નમઃસ્તાયેનમઃસ્તાયે નમો નમઃ !!
મા ભવાની આ વિશ્વના કણ કણમાં વિવિધ રૂપે વિદ્યમાન છે. ખરેખર તો મા પાર્વતી જ માતાજીના જુદા જુદા સ્વરૂપે પૂજાય છે.
દેવાધિદેવ મહાદેવજીની અર્ધાંગીની અને શિવજીની શક્તિ આ પાર્વતિ માતાજીનું સાક્ષાતરૂપ જ્યોતિ સ્વરૂપ છે. તેથી નવરાત્રિમાં ઘર ઘરમાં મા ભવાની જ્યોતિ સ્વરૂપે બિરાજે છે અને તે ઘરમાં તમામ પ્રકારની ખુશી અને શાંતિ દ્વારા મા આશિર્વાદ આપે છે.
નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા નવ સ્વરૂપે થાય છે. આ નવ સ્વરૂપોમાં પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી, બીજું બ્રહ્મચારીણી, ત્રીજું ચંદ્રઘંટા , ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંદમાતા, છઠ્ઠું કાત્યાયની, સાતમું કાલરાત્રી, આઠમું મહાગૌરી, નવમું સિદ્ધિદાત્રી સ્વરૂપે પૂજાય દક્ષ રાજાની પુત્રી સ્વરૂપે સતીમાએ યોગાજ્ઞી દ્વારા પોતાના શરીરને ભષ્મ કર્યા પછી બીજા જન્મમાં શૈલરાજ હિમાલયની, પુત્રીના રૂપે જન્મ લીધો તેથી તે શૈલપુત્રીના નામથી જગ વિખ્યાત બન્યા. જો કે હેમવતી, પાર્વતી જેવા વિવિધ નામોથી પણમાં જાણીતા છે. નવદુર્ગામાં શૈલપુત્રીની પૂજા પ્રથમ દિવસે કરવામાં આવે છે..
હિમાલયની જેમ આપણું મન શરીરમાં ઉચાઈ પર આવેલું છે. તેને શિતળતા આપે તેવા સાત્વિક વિચારમાં શૈલપુત્રીની પૂજાથી પ્રાપ્ત થાય છે.
બ્રહ્મચારીણી તરીકે પૂજાતા મા દુર્ગાના નામનો અર્થ 'તપ કરનારી દેવી' એવો થાય છે. પૂર્વ જન્મમાં હિમાલયને ત્યાં પુત્રી સ્વરૂપે ઉત્પન્ન થનાર માને મહર્ષિ નારદજીએ ઉપદેશ આપી તપ વડે ભગવાન શંકરને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવેલો તેથી કઠોર તપ કરવાને કરાણે તેનું આ નામ પડ્યું છે.
તેની ઉપાસના કરવાથી મનુષ્ય વાસનામૂક્ત થઇ જાય છે. ચંદ્રઘંટા સ્વરૂપે પૂજતા દૂર્ગા માએ ચાંદનીરૂપી શ્વેત વસ્ત્ર ધારણ કરી અર્ધચંદ્રને ધારણ કર્યો છે. જેની ઉપસાના કરવાથી સાધકના મનનો સંતાપ દૂર થાય છે અને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે.
જયારે કુષ્માંડા સ્વરૂપે પૂજાતા માતાજીએ અંધકાર યુગ ( જયારે સૂર્યનતો ) માં પૃથ્વીની રચના કરેલી આમ, બ્રહ્માંડને ઉત્પન્ન કરનારા માતાજીની ઉપાસના કરવાથી સર્જનાત્મક શક્તિ ખીલે છે.
કંદમાતા નામે પૂજાતા મા દુર્ગા કુમાર કાર્તિકેયને દેવો અને અસુરોના સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. તેથી ભગવાન કાર્તિકેયને સ્કંદકુમાર એવું ઉપનામ પ્રાપ્ત થયેલું તેથી તેના માતા હોવાના કારણે પાર્વતિ દેવી સ્કંદમાતા એ નામથી જગ પ્રસિદ્ધ થયા. તેની ઉપાસના કરવાથી ઉપાસકનું તેજ અને કાન્તિ વધે છે.
ઉકત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ થઇ ગયા. તેમના કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા. તેમણે ભગવતી ભવાનીની ઉગ્ર તપસ્યા કરી. બહુ વર્ષો બાદ જ્યારે મા પ્રસન્ન થયા ત્યારે મહર્ષિ કાત્યાયનને વરદાન માગવા કહ્યું. મહર્ષિએ માને પોતાને ત્યાં પુત્રી સ્વરૂપે પ્રગટવા પ્રાર્થના કરી.
તેથી મા તેને ત્યાં પુત્રી તરીકે પ્રગટ્યા અને કાત્યાયની તરીકે મા જાણીતા બન્યા. જો કે, આ અંગે એક કથા એવી પણ છે કે, મહિષાસુરના અત્યાચારથી પૃથ્વી પર ત્રાસ ફેલાયેલો ત્યારે ભક્તોની પ્રાર્થના સાંભળી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના તેજના અંશ વડે મહિષાસુરના નાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા.
પત્ની મનોરમા દેહિ મનોવૃત્તાનુસારિણીમ્ ા
તારિણી દુર્ગસંસારસાગરસ્ય કલોદ્ધવામ્ ાા
આ દેવની સૌ પ્રથમ પુજા મહર્ષિ કાત્યાયન કરી તેથી મા કાત્યાયની તરીકે ઓળખાયા.
તેની ઉપાસનાથી જીવનના ચાર આધાર સ્તંભ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
કાલરાત્રી સ્વરૂપે પૂજાતા મા દુર્ગાનું સ્વરૂપ અત્યંત ભયંકર છે પરંતુ તેની ઉપાસનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
તેથી તેને મા શુંભાકરીના નામે પણ ઓળખવામાં આવે છે. તેની ઉપાસનાથી સાધકને પરેશાન કરતા દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત - પ્રેત જેવા દુષ્ટોની પીડામાંથી મુક્તિ મળે છે,
મહાગૌરીના નામે પૂજાતા મા પાર્વતિએ શિવજીને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે ઉગ્ર તપસ્યા કરી હતી તેથી તેમનું શરીર કાળું પડી ગયેલું એ સ્વરૂપ કાલરાત્રીના નામે પૂજાય છે જયારે તેમની ઉગ્ર તપસ્યાથી પ્રસન્ન થયેલા શિવજીએ તેમને પવિત્ર ગંગાજીના જળથી નવડાવ્યા ત્યારે તેમનું તેજ કાન્તીમાન-ગૌરવર્ણનું થઇ ગયું તેથી તેમનું નામ મહાગૌરી પડ્યું.
તેમનું સ્મરણ, ઉપાસના કરવાથી સાધકના સર્વ પ્રકારના કષ્ટો દૂર થાય છે.
સિદ્ધિદાત્રીએ મા દુર્ગાનું એવું સ્વરૂપ છે કે જેની અનુકંપાથી શિવજીનો અડધું શરીર દેવીનું થઈ ગયેલું. તેથી ભગવાન શિવજી જગતમાં અર્ધનારીશ્વરના નામથી પ્રસિધ્ધ થયા.
તેમની ઉપાસનાથી તમામ પ્રકારની સિધ્ધિઓની પ્રાપ્તિ થાય છે. દરેક કન્યા દુર્ગાનું સ્વરૂપ લખાય છે. તેથી નવરાત્રિના અંતે કન્યા પૂજનનું વિશિષ્ટ મહત્વ છે.
જે મનુષ્ય નવરાત્રિ દરમ્યાન કોઈ પણ ઉગ્ર જપ-તપ કે ઉપાસના ન કરે પરંતુ ત્રણ, પાંચ, સાત, નવ કે અગિયારની સંખ્યામાં કન્યા પૂજન કરી તેને ભોજન કરાવે તો માં દૂર્ગા તેનાથી પ્રસન્ન થઇ શુભ ફળ આપે છે.
માં દુર્ગાની ભક્તિના માર્ગ પર ચાલનારા મનુષ્યને તેની કૃપાના ફળો પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત વિવિધ પ્રકારના સુક્ષ્મ અનુભવો પણું થાય છે.
તેની ભક્તિ અને આરાધના કરનારને તે દુઃખ સ્વરૂપસંસાર તેના માટે સુખદ અને આનંદદાયક બનાવી દે છે. માની ઉપાસના કરવાથી મનુષ્ય સહજ રીતે ભવસાગર તરી જાય છે.
મા ભવાની ખૂબ જ દયાળુ છે તેની ભક્તિ કરનાર મનુષ્ય દરેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઇ સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિના શિખરોને સર કરે છે, તેવો મનુષ્ય આ લોક અને પરલોકમાં તમામ પ્રકારની કિન્નતિને પ્રાપ્ત કરે છે.
માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે માંસ, શરાબ, તમામ પ્રકારના વ્યસને તથા તામસી ખોરાક, વ્યભીચાર, નિંદા વગેરેથી ભક્તએ સદાય દૂર રહેવું જોઇએ.
પ્રભુ પંડારામાં ( રાજ્યગુરુ )
દ્રવિડ બ્રાહ્મણ , જય માતાજી