!! શ્રી ગણપતિજીની ઉપાસના !!
શ્રી ગજાનનને શરણે લોભાસુર આવ્યો....!
સંકટનાશ માટે ગણપતિ સ્તોત્ર
શ્રી સંકષ્ટનાશન સ્તોત્રમ્નારદ ઉવાચ
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્ર વિનાયકમ્,
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુઃ કમાર્થસિધ્ધયે,
પ્રથમ વક્રતુન્ડ ચએકદન્તં દ્વિતિયકમ,
તૃતિય કૃષ્ણપિડ્ગક્ષં ગજ્વકત્રં ચતુર્થકમ.
લમ્બોદરં પદ્મમં ચ ષષ્ઠં વિકટમેવ ચ,
સપ્તમં વિઘ્નરાજેન્દ્ર ધુમ્રવર્ણ તથા ષ્ટમમ.
નવમં ભાલચન્દ્ર ચ દશમં તુ વિનાયકમ્,
એકાદશં ગણપતિ દ્વાદશં તુ ગજાનનમ્.
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્ધં યઃપઠેન્નરઃ,
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વ સિધ્ધિક પરમ્.
વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્સ,
પુત્રાર્થી લભતે પુત્રાન્ં મોક્ષાર્થી લભતે ગતિમ્.
જયેદ્ગણપતિસ્તોત્ર ષડિભમાં સૈઃફલ લભેત,
સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે નાત્ર સંશયઃ.
અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ
લિખિત્વા યઃ સમર્પયેત્,
તસ્યા વિદ્યા ભવેત્ સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ.
ાા ઇતિ શ્રી નારદપૂરાણે સંકષ્ટનાશનં
નામ ગણેશસ્તોત્ર સંપૂર્ણમ્ ાા
એકવાર કુબેરમાંથી લોભાસર નામનો એક દૈત્ય ઉત્પન્ન થયો.
તે સાહસિક અને મહાપરાક્રમી હતી. આ લોભાસુરે દૈત્યનાં ગુરુ શુકરાચાર્યજીને પોતાનાં ગુરુ બનાવ્યા તેમની પાસે રહી વિવિધ પ્રકારની વિદ્યા તેણે પ્રાપ્ત કરી. ત્યારપછી ગુરુ એવા શુકરાચાર્યજી એ તેને ૐ નમઃ શિવાયએ મંત્રની દીક્ષા આપી અને તે મંત્રની ઉપાસના કરવા માટે આજ્ઞા આપી.
આ પ્રમાણે પોતાનાં ગુરુ એવાં શુકરાચાર્યજીની આજ્ઞાને માથે ચડાવી અને લોભાસુર નિર્જન વનમાં ગયો ત્યાં તેણે શુધ્ધ જળ વડે સ્નાન અને ભસ્મ ધારણ કરી શિવ ઉપાસના શરૂ કરી દીધી.
તેણે સૌ પ્રથમ અન્નનો ત્યાગ કર્યો, પછી ફળ - ફૂલનો અને ત્યારબાદ જળનો પણ ત્યાગ કરી દીધો.
આમ, તે માત્ર કંઇ પણ લીધા વગર શિવજીમય જ રહેતો હતો.
તેના આ આકરા તપથી શ્રી ભવાની પતિ શ્રી શંકર તેની સામે સાક્ષાત પ્રગટ થયા.
ત્યારે લોભાસુરે શ્રી શિવજીને દંડવત્ત પ્રણામ કર્યા અને વિવિધ પ્રકારની સ્તુતિઓ કરી અને પૂજન કર્યું.
ત્યારે પ્રસન્ન થયેલા શિવજીએ તેણે માંગેલા નિર્ભયપણાનું વરદાન આપ્યું.
આમ, નિર્ભય થયેલો લોભાસુર પોતાની શક્તિ અને સામર્થ્ય વડે બીજા અસુરોની મદદથી એક પછી એક રાજ્ય જીતતો રહ્યો તેથી પૃથ્વી પર તેનું એકછત્રી શાસન થયું.
ત્યાર પછી તેણે સ્વર્ગ ઉપર આક્રમણ કરી અને ઇન્દ્રરાજાને હરાવી અને સ્વર્ગ પર પણ પોતાનું આધિપત્ય સાબિત કર્યું.
આમ તે સ્વર્ગાધિપતિ પણ બની ગયો.
લોભાસુરથી ખરાબ રીતે હારેલા ઇન્દ્રરાજા શ્રી વિષ્ણુ ભગવાનની શરણે વૈકુંઠ ગયા. તેની પાછળ અસુર લોભાસુર પણ પોતાના સૈન્યને લઇ પહોંચ્યો. ત્યાં શ્રી વિષ્ણુ ભગવાન અને લોભાસુર વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું.
આખરે વિષ્ણુ ભગવાનને પણ લોભાસુર સામે પરાજિત થઇ અને ભાગવું પડ્યું. ત્યારે ઇન્દ્રરાજા અને વિષ્ણુ ભગવાન શિવલોકમાં ગયા.
ત્યાં શિવજીને સઘડી હકિકત કહી સંભળાવી તે દરમ્યાન ચોતરફ વિજય મેળવવાના મદમાં અંધ બનેલા લોભાસરે જયારે પોતે એ જાણ્યું કે ઈન્દ્ર રાજા અને શ્રી વિષ્ણુ તો શિવજીનાં શરણે ગયા છે ત્યારે તેણે શિવજી, પાસે પોતાનાં એક દૂતને મોકલી અને શિવજીને કહેડાવ્યું કે વહેલી, તકે શિવલોકમાં જગ્યા ખાલી કરો ત્યાં પણ મારે મારું સમ્રાજ્ય સ્થાપવું છે.
અને જો તમે શિવલોક ખાલી નહીં કરો તો મારી સાથે લડવા માટે તૈયાર થઇ જજો. લોભાસુર દૈત્યનાં દુતનાં મોઢેથી આ વાત સાંભળી અને શિવજી કંઇ બોલે તે પહેલાં ગુસ્સે ભરાયેલા ગણપતિજી માતા પાર્વતીજી અને પિતા શિવજીની આજ્ઞા લઈ અને લોભાસુર સાથે લડાઈ માટે તૈયારી કરી.
ક્રોધાગ્નિમાં સાક્ષાત અગ્નિસ્વરૂપ લાગતાં શ્રી ગજાનન પોતાનાં અસ્ત્રો - શસ્ત્રો સાથે લોભાસુરને મારવા તત્પર બન્યા ત્યારે તેનું ઉગ્ર સ્વરૂપ જોઈ અને લોભાસુરને ભારે ગભરાટ થયો તેની સાથેનાં દૈત્યો પણ ગજાનનનું વિકરાળ સ્વરૂપ જોઈ જીવ બચાવી ભાગવા લાગ્યા. પરિસ્થિતિને પામી જઈ અને લોભાસુર સીધો જ પોતાને કોઇ યોગ્ય માર્ગ ન દેખાતાં ગુરુ શુકરાચાર્યજીના આશ્રમે ગયો.
ત્યાં જઈ સઘડી હકિકત કહી સંભળાવી.
શુકરાચાર્યજીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેણે લોભાસુરને સલાહ આપી કે, તેમની સાથે યુદ્ધ કરવું એ તારા હિતમાં નથી.
માટે તું વહેલી તકે તેની શરણમાં જા અને ક્ષમા માગી લે. તેમાં જ તારું કલ્યાણ છે.
આ સાંભળી અને લોભાસુર તેમનાં શરણે ગયો.
તેણે શ્રી ગજાનનની ખૂબ જ સારી રીતે પૂજા કરી તેમની પાસે પોતે કરેલા કર્મો અંગે ક્ષમાં માગી. ત્યારે શાંત થયેલા ગજાનને તેને ક્ષમા આપી અને દેવોને તેમના સ્થાનો પાછા સોંપવાની લોભાસુરને આજ્ઞા આપી.
શ્રી ગજાનનની આજ્ઞાને માન આપી અને દેવતાઓને તેમનાં સ્થાન પાછા સોંપી અને તે અરણ્યમાં ચાલ્યો ગયો.
આથી, બધા જ દેવો હર્ષ પામ્યા અને શ્રી ગજાનનની મદદ બદલ સૌએ તેમનો આભાર માન્યો.
અર્થ :
નારદજી કહે છે, પ્રથમ મસ્તક જુકાવી ગૌરીપુત્ર વિનાયક દેવને પ્રણામ કરીને પ્રતિદિન આયુ, અભીષ્ટ મનોરથ અને ધન આદી પ્રયોજનની સિદ્ધિ માટે ભક્તાવાસ ગણપતિનું સ્મરણ કરવું ; પહેલું નામ 'વક્રતુન્ડ' છે, બીજું નામ "એકદન્ત" છે, ત્રીજું કૃષ્ણપિનાક્ષ છે, ચોથું ગજવકત્ર છે. પાંચમું 'લમ્બોદર' , છઠું 'વિકટ', સાતમું 'વિઘ્નરાજેન્દ્ર', આઠમું 'ધુમ્રવર્ણ', નવમું 'ભાલચંદ્ર', દશમું 'વિનાયક' અગિયારમું 'ગણપતિ' અને બારમું નામ 'ગજાનન' છે.
જે મનુષ્ય સવાર, બપોર અને સાંજ ત્રણ સંધ્યાઓના સમયે પ્રતિદિન આ બાર નામનો પાઠ કરે છે તેને વિઘ્નનો કોઇ ભય નથી રહેતો. આ નામસ્મરણ કરનાર માટે બધી જ સિધ્ધિઓ આપનાર છે.
આ નામના જાપ કરવાથી વિદ્યાર્થી વિદ્યા, ધનાર્થી ધન, પુત્રાર્થી અનેક પુત્ર અને મોક્ષાર્થી મોક્ષની પ્રાપ્તિ કરે છે.
આ ગણપતિ - સ્તોત્રનો નિત્ય જાપ કરવાથી જાપકર્તાને છ મહિનામાં અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. એક વર્ષ સુધી જપ કરનાર મનુષ્યને સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમાં કોઈ સંશય નથી. જો આ સ્તોત્રને લખીને આઠ બ્રાહ્મણને અર્પણ કરવામાં આવે તો અર્પણ કરનારને ગણપતિજીની કૃપાથી સંપૂર્ણ વિદ્યાની પ્રાપ્તિ થાય છે.
વાહન તરીકે ઉંદરને ગણપતિજીએ શા માટે પસંદ કર્યો?
ત્વ સાક્ષાદાત્માડસિ નિત્યમ્ ા
ઋતં વચ્મિ ા
સત્યં વચ્મિ ા અવત્વં મામ્ ા
અવ વક્તારમ્ ા અવ શ્રોતારમ્ ા
અવ દાતારમ્ ા અવ ધારારમ્ ા
અવાનુયા નમવ શિષ્યમ્ ા
અવ પશ્વાત્તાત્ ા
અવ પુરસ્તાત્ ા અવોત્તરાત્તાત્ ા
અવ દક્ષિણાત્તાત્ ા
સર્વતો માં પાહિ પાહિ સમન્તાત્ ાા
અર્થ :
તમે પ્રત્યક્ષ આત્મા છો. હુ ઋતજ કહુ છું. હું સાચુ કહુ છું મારુ તમે રક્ષણ કરો. બોલાનારનું રક્ષણ કરો. શ્રવણ કરનારનું રક્ષણ કરો. પાછળથી રક્ષણ કરો, આગળથી રક્ષણ કરો, ઉત્તરમાં રક્ષણ કરો, દક્ષિણમાં રક્ષણ કરો, ઉપરથી રક્ષણ કરો, નીચેથી રક્ષણ કરો અને ચારે બાજુથી મારુ રક્ષણ કરો.
ાા અથ ગણપત્ય અથર્વશીર્ષમ ાા
ઁ નમસ્તે ગણપતયે ાા
ત્વમેવ પ્રત્યક્ષં તત્ત્વમસિ ાા
ત્વમેવ કેવલં કર્તાસિ ાા
ત્વમેવ કેવલં ધર્તાસિ ાા
ત્વમેવ કેવલં હર્તાસિ ાા
ત્વમેવ સર્વ ખલ્વિદં બ્રહ્માસિ ાા
અર્થ :
ઓમ રૂપ ગણપતિને નમસ્કાર. તમે પ્રત્યક્ષ તત્વ છો. તમે જ બ્રહ્મા છો. તમે જ વિષ્ણુ છો અને જ કેવળહર્તા છો.
આ સચરાચર વિશ્વમાં પણ તમે જ જગદ્ બ્રહ્મરૂપ વ્યાપી રહ્યો છે.
સામાન્ય રીતે દેવતાઓનાં બે પ્રકારનાં રૂપ માનવામાં આવ્યા છે જેમાં મૂર્તિ અને અમૂર્ત એમ બે પ્રકારનાં સ્વરૂપોનો સમાવેશ થાય છે.
પંચભૂત મય સ્વરૂપમાં અમૂર્ત સ્વરૂપે અને પોત પોતાનાં સુક્ષ્મ દેવલોકમાં મૂર્ત સ્વરૂપે સ્થિત હોય તેવું શાસ્ત્રોમાં કહેવાયું છે.
મૂર્તરૂપે રહેલા દેવતાઓને પોતાના વાહનો, રથ, શાસ્ત્રો વગેરે ધારણ કરેલા હોય છે.
તે ઉપરાંત તેમનામાં પોતાની આગવી તેજસ્વીતા રહેલી હોય છે.
તેથી જ તેમનાં સ્વરૂપની ઉપાસના કરતી વખતે તેમના વાહન વગેરેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
તેની પણ પૂજા કરવામાં આવે છે.
ગણપતિજી પરબ્રહ્મ પરમાત્માની જ્ઞાનમયી તેમજ વાગ્મયી શક્તિનું પ્રતિનિધિત્વ કરતા હોવાનું શાસ્ત્રોક વિધાન છે.
હવે જ્ઞાનની અભિવ્યક્તિનું મુખ્ય સાધન વાણી છે.
આથી તેમને મુલાધાર સ્થિત માનવામાં આવે છે, વાકુ કે નાદ એ તો આકાશનો ગુણ છે.
આ રીતે જોવા જઇએ તો જ્ઞાનદાતા શ્રી ગણપતિજી આકાશતત્ત્વના આધિપતિ ગણાય. ગણપતિજીને ભૂમિતત્ત્વ તથા આકાશતત્ત્વના સ્વામિ માનવામાં આવતા હોઇ આપણા ભૌતિક જીવનની બધી જ સિધ્ધિઓના દાતા જીવનપથમાં આવનારા વિઘ્નોનું હરણ કરનારા બુદ્ધિ તથા વાણીના દેવતા હોવાની સાથે અવિઘારૂપ મહાવિઘ્નનો નાશ કરી બ્રહ્મજ્ઞાન રૂપી મહાસિદ્ધિઆપી મોક્ષ આપે છે.
તેથી જ તો જ્ઞાનીઓ અને યોગીઓ શ્રી ગણપતિજીની પરમ ભક્તિ કરી તેમને ઉપાસે છે.
તે ગુરૂઓનાં પણ ગુરૂ છે.
કોઇ પણ દેવ હોય તેમના પોતાના તેજને અનુરૂપ જ તેમનું વાહન હોય.
તે મુજબ તેમને ધારણ કરી શકે તેવું વાહન જે તે દેવનું હોય.
સામાન્ય રીતે ગણપતિજી તો અત્યંત વિશાળકાય છે.
પરંતુ તેમની પાસે તેમનું વાહન ઉંદર તો અત્યંત લઘુકાય વાહન છે.
જે સામાન્ય રીતે આપણને ગળે ન ઉતરે તેવી વાત છે.
પરંતુ જો આપણે થોડો બુદ્ધિપૂર્વક વિચાર કરીએ તો જ આ અંગેનું સત્ય સમજાશે.
આત્મ તત્વ હલકું નથી કે ભારે પણ નથી.
તે સુક્ષ્મથી પણ સુક્ષ્મ અને વિશાળથી પણ વિશાળ છે.
તેનો બધા જ શરીરોમાં વાસ છે.
આત્મા તો સર્વવ્યાપી છે,
સુક્ષ્મ છે, ચિન્મય છે ઉંદર ઉપર બિરાજેલા શ્રી ગણપતિજીનું સ્વરૂપ આત્મસ્વરૂપના આ રહસ્યનું મનન કરવા માટે નિર્દેશ કરે છે.
ઉંદર મનુષ્યનાં ઘરમાં ગુસી જઈ ઘરની ચીજોનો ભુક્કો બોલાવી દે છે ત્યારે ઘરના લોકો તેને તે જ સમયે પકડી શકતા નથી. વળી તે તુરંત પોતાના દરમાં ઘુસી જાય છે તેથી તેને જલ્દીથી કોઇ જોઇ નથી શક્યું તેવી જ રીતે પરમકૃપાળુ પરમાત્મા સૃષ્ટિનાં બધા જ પદાર્થો સ્થિત હોવા છતાં તે બધાજનાં હૃદયમાં નિવાસ કરે છે.
બધાયને ગતિ આપી રહ્યાં છે. માટે જ મુગ્દલ પુરાણમાં કહ્યું છે કે, "હે મનુષ્ય, તું જાગ. તું ભોગો ભોગવવાનું અભિમાન ન કર.
અભિમાનનો ત્યાગ કરી મૂષકવત્ ( ઉંદરની જેમ ) હૃદયરૂપી દરમાં રહેલા સર્વશક્તિમાન બ્રહ્મને જાણ અને તેની ઉપાસના કર."
ગણપતિજીનું વાહન ઉંદર વિવેકમય બુદ્ધિ, પ્રતિભા, સારાસાર, વિવેચની, તત્વ નિરૂપણી તથા મેઘના પ્રતિકરૂપ છે.
ઉંદર કોઇપણ વસ્તુ હોય તેને ઝીણુંઝીણું કરી કોતરી નાખે છે.
તેનો મતલબ છે તે દરેક વસ્તુનો જ્ઞાન મેળવવા તેના ખૂણે ખૂણાનું સંશોધન કરી લે છે.
જેને જ્ઞાન મેળવવું છે તેને સતત નિરીક્ષણ કરી જ્ઞાન મેળવતા રહેવું પડે.
તે સતત અંધકારમાં રહેવા વાળું પ્રાણી છે.
મનુષ્યએ ગુપ્ત રહી પોતાનું કાર્ય કરતા રહેવું જોઇએ.
વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર તેમજ માનવતાનો નાશ કરનારા તત્વનો ગુપ્ત રીતે અંધકારમાં રહી નાશ કરવો જોઇએ.
ઉંદરની જેમ સતત જાગૃત અને સર્વદા સદા જ્ઞાન પ્રકાશ પૂર્વક રહેવું જોઇએ.
ઉંદરના અનેક ગુણોને જોઇએ જ્ઞાનના દાતા, સિદ્ધિના દાતા, સંકટનું હરણ કરનારા વિઘ્નહર્તા ગણપતિજીએ તેને પોતાનાં વાહન તરીકે પસંદ કરેલ છે.
શ્રી વિઘ્નહર્તાની કૃપા ગૌતમ ઋષિ પર......!
લક્ષ્મી પ્રાપ્તિ માટેનું શ્રી ગણપતિ સ્તોત્ર
ઁ નમો વિઘ્નરાજાય સર્વસૌષ્ય પ્રદાયિને,
દુષ્ટારિષ્ટ વિનાશાય પરાય પરમાત્મને.
લમ્બોદ મહાવીર્ય નાગયજ્ઞોપ શોભિતમ્,
અર્ધ ચન્દ્રા ધરં દેવ
વિઘ્ન વ્યુહ વિનાશનમ્.
ઁ ર્હાં ર્હ્રી ર્હૂં ર્હ્રૈ હ્રાં હ્રઃ
હેરમ્બાય નમો નમઃ,
સર્વસિધ્ધિ પ્રદોડસિ ત્વં
સિધ્ધિબુધ્ધિપ્રદો ભવ.
ચિન્તિતાર્થ પ્રદસ્ત્વ
હિ સતતં મોદકપ્રિયઃ,
સિન્દુરારૂણવસ્ત્રે શ્વ
પુજિતો વરદાયકઃ,
ઇદં ગણપતિસ્તોત્ર યઃ
પઠેદ્ભક્તિમાન્ નરઃ,
તસ્ય દેહં ચ ગેહં ચ
સ્વયં લક્ષ્મીનું મુજ્ચતિ.
અર્થ :
સંપૂર્ણ સૌખ્ય પ્રદાન કરવાવાળુ સચ્ચિદાનંદ સ્વરૂપ વિઘ્નરાજ ગણેશને નમસ્કાર છે. જે દુષ્ટ અરિષ્ટ - ગ્રહોનો નાશ કરવાવાળા પરમાત્મા છે તે ગણપતિજીને નમસ્કાર છે. જે મહાપરાક્રમી, લમ્બોદર, સર્પમય યજ્ઞોપવિતથી સુશોભિત, અર્ધચંદ્રધારી અને વિઘ્નના સમૂહનો વિનાશ કરનારા ગણપતિ દેવ છે. તેને હું વંદન કરું છુ . ઁ ર્હાં ર્હ્રી ર્હૂં ર્હ્રૈ હ્રાં હ્રઃ હેરમ્બને નમસ્કાર કરું છું. હે ભગવાન તમેજ બધી સિધ્ધિઓના દાતા છો. તેમજ અમારા માટે સિધ્ધિ - બુધ્ધિદાયક છો. તમને સદાને માટે મોદક પ્રિય છે. આપ મન દ્વારા ચિન્તિત અર્થને આપવાવાળા છો. સિન્દુર અને લાલ વસ્ત્રથી પૂજિત થઇને તમે સદા વર પ્રદાન કરો છો. જે મનુષ્ય ભક્તિભાવથી યુક્ત થઈને આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે, સ્વયં લક્ષ્મીજી તેના દેહ ગેહને નથી છોડતી.
શ્રી ગણપતિજી સાવ નાના હતા ત્યારે તે પોતાની મિત્ર મંડળીને સાથે લઇ અને જાતજાતની લીલાઓ કરતા હતા. આવી જ એક લીલા તેમણે બાળપણમાં કરેલી. એકવાર બધા જ બાળમિત્રો સહિત પાર્વતી નંદન એવા શ્રી ગણપતિજી રમતા રમતા અરણ્યમાં ચાલ્યા ગયા. ત્યારે બહુ ગાઢ ઉપવનમાં પહોંચી ગયેલા બાળકોને તીવ્ર ભૂખ લાગી. એટલે બાળકોએ એ વાતની રજુઆત પોતાનાં એવા ગણપતિજીને કરી. ગણપતિજી કહે છે કે, તમને ભૂખ લાગી છે એ વાત સાચી, પરંતુ આપણે તો ગાઢ જંગલમાં આવી પહોચ્યા છીએ. આ ગાઢ જંગલમાંથી ઘરે પહોંચીએ તો ખુબ જ મોડુ થઇ જાય અને તમે સૌ આટલી વાર રહી શકો તેમ નથી. પછી કંઇક વિચાર કરતાં બોલ્યા : ચાલો આપણે સૌ એમ કરીએ, પાસે જ ગૌતમ ઋષિનું આશ્રમ છે. તે આશ્રમમાં જઇ અને ખાવાનો કંઇક બંદોબસ્ત કરીએ. આમ કહી અને સૌ પહોંચ્યા ગૌતમ ઋષિના આશ્રમે. ત્યાં ગૌતમ ઋષિનાં પત્ની અહલ્યા દેવી ભોજન માટેની રસોઇ બનાવી તૈયાર કરી અને પોતાનાં દેવ ગૌતમ ઋષિને તેડવા માટે રસોઇ ઘરથી બહાર નીકળી ગયા અને જે કંઇ રસોઇ હતી તે લઇ અને સૌ ત્યાંથી બહાર નીકળી ગયા. પછી એક સુંદર વૃક્ષની છાયા તળે બેસી સૌ તે ખાવાનું ખાવા લાગ્યા.
બીજી બાજુ ગૌતમ ઋષિ અને તેમનાં પત્ની જેવા પોતાના રસોઇ ઘરમાં આવ્યા તો હજુ બલી વૈશ્વાદિક ક્રિયા થઈ ન હતી. ભગવાનને પણ ભોગ ભરાયો ન હતો. અને બધી જ રસોઈ અચાનક અલોપ થઈ ગયેલી જોઈ અને પહેલાં તો પતિ-પત્ની ગભરાયા, પછી ગૌતમ ઋષિને કંઇક શંકા આવી તેથી તે દોડતા આશ્રમની બહાર આવ્યા તો ગણપતિજી અને તેમની ટોળકીને ભોજનનો આનંદ ઉઠાવતા જોયા, પરંતુ ઋષિને જોઇ અન્ય બાળકો તો ત્યાંથી ભાગી ગયા, પરંતુ ગણપતિજી તો ઋષિનાં હાથમાં પકડાઇ ગયા. તેમનો હાથ પકડી ગૌતમ ઋષિ માતાજી પાસે આવ્યા અને તેમનો પરાક્રમ કહી તેમને સજા કરવા કહ્યું. ગણપતિજીનું પરાક્રમ અને ગૌતમ ઋષિની ફરિયાદ સાંભળી માતા પાર્વતીએ ક્રોધમાંને ક્રોધમાં તેમને દોરડા વડે એક થાંભલામાં બાંધી દીધા. આ દૃશ્ય ગૌતમ ઋષિથી ન જોવાયું. તેથી તે તત્કાળ ત્યાંથી પોતાનાં આશ્રમે પાછા ફર્યા ત્યારે તેમને અહલ્યાજીએ પૂછ્યું કેમ? નાથ, આજ તમારો ચહેરો ઉતરી ગયો છે? ત્યારે ગૌતમ ઋષિએ સર્વ હકીકત કહી સંભળાવી.
આ સાંભળી અહલ્યાજી પણ ગૌતમ ઋષિ પર ખૂબ ગુસ્સે થયા અને તે ફરથી રસોઇ બનાવતા હતા તે કામ છોડી અને ગૌતમ ઋષિને સાથે લઈ ફરી શિવ - પાર્વતીજી પાસે પ્રાર્થના કરી ક્ષમા માગી અને શ્રી ગણપતિજીને છોડી દેવા માટે વિનંતી કરી અને ખૂબ જ કરગરવા લાગ્યા. બન્નેનો વિલાપ જોઈ માતા પાર્વતીજીનો ક્રોધ ઉતર્યો અને સત્ય સમજાયું તેથી ગણપતિજીને બંધનમાંથી મુક્ત કર્યા ત્યારે ઋષિ અને તેમનાં પત્નીએ શ્રી શિવજી, પાર્વતીજી અને ગણપતિજી સહિત સર્વેનું પૂજન કરી સ્તુતિઓ કરી અને ક્ષમા માગી. આથી પ્રસન્ન થયેલા ગણપતિજીએ ગૌતમ ઋષિ અને અહલ્યાજીને આશીર્વાદ આપ્યા કે, કાયમ તમારે ત્યાં રીધ્ધી-સીધ્ધી રહેશે, તમારું વિઘ્ન નાશ પામશે અને તમારે ત્યાં આવનારનાં દુઃખો દૂર થશે. આમ, શ્રી ગણપતિજીએ જરા પણ દુઃખ ન રાખતા ગૌતમ ઋષિ ઉપર કૃપા કરી.
બુધ્ધિશાળી કુશાગ્ર ગણપતિજી
શ્રી ગણપતિજી દેવાધીદેવ મહાદેવજી અને પાર્વતિજીનાં અતિ પ્યારા પુત્ર છે. તેવી જ રીતે ગણપતિજીને પણ તેમનાં માતા-પિતા પર અત્યંત સ્નેહ છે.
એવા અનેક દાખલાઓ પુરાણોમાં જોવા મળે છે કે, જેમાંથી તેમની માતૃભક્તિ અને પિતૃભક્તિનાં દર્શન થાય છે. તો વળી કેટલીક જગ્યાએ તેમની કુશાગ્ર બુધ્ધિ અને વિરતાનાં પણ દર્શન થાય છે. જગતને સદ્બુધ્ધિ આપનારા દેવ શ્રી ગણપતિજી કુશાગ્ર બુધ્ધિવાળા દેવ હોય તો તે સ્વાભાવિક જ છે.
એક સમયની વાત છે. ભગવાન શિવજીએ એક મહાયજ્ઞ કરવાનો વિચાર કર્યો. યજ્ઞનો દિવસ અચાનક જ નક્કી થયેલો અને વળી એક દિવસનો જ ગાળો રહેતો હતો. એ એક દિવસના ગાળામાં બધા જ દેવતાઓને યજ્ઞમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવાનું હતું. એ કામગીરી શ્રી ગણપતિજીને સોંપવામાં આવી. શ્રી ગણપતિજી વિચાર કરવા લાગ્યા, એક તો મારું ભારે વજન વાળું શરીર ઉપરથી મારું ધીરે ધીરે ચાલનારું વાહન ઉંદર. બધાય દેવોને આમંત્રણ આપવામાં હું ક્યારે પહોચી વળીશ. વળી, જો આમંત્રણ આપવામાં જરા પણ ક્યાંય કચાશ રહી જશે તો પિતાજી પણ મારા ઉપર નારાજ થશે માટે દેવતાઓને વહેલી તકે આમંત્રણ પહોચી જાય અને પિતાજી મારા પર રાજી પણ રહે તેવો કોઈ સહેલો ઉપાય હું શોધી કાઢું. "
આમને આમ વિચાર કરતાં તેમને એક ઉપાય સુઝી આવ્યો. તેમણે પોતાના પિતાજી એવા મહાદેવજીને પહેલાં ત્રણ પ્રદિક્ષણ કરી પછી બે હાથ જોડી અને પિતાજી પાસે ઊભા રહ્યા અને પ્રાર્થના કરતાં કહ્યું, " હે દેવતાઓ, મારા પિતાજી શિવજીએ એક મહાયજ્ઞનું આયોજન કર્યું છે. આ મહાયજ્ઞોમાં આપ સૌને પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. માટે આપ સૌ આ યજ્ઞમાં ઉપસ્થિત રહી અને યજ્ઞને દિપાવજો. "
આમ કહી, પગે લાગી લીધું. આ જોઈ માતા પાર્વતિજીએ કહ્યું , "બેટા ગણેશ, તને તો બધા દેવતાઓ પાસે જઈ આ યજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આવા કહ્યું હતું અને તે અહીં તારા પિતાજી પાસે જ બધા દેવોને શા માટે આમંત્રણ આપી દીધું ? આ સાંભળી અને ગણપતિજી વિનય સાથે માતા પાર્વતિને કહેવા લાગ્યા, " માં ... માં ... તમે તો જાણો છે કે, મારા પિતા શિવજીમાં જ બધાય દેવો સમાયેલા છે એટલે જ તો તેમને મહાદેવ કહેવાય છે. માટે જ મેં મારા પિતાજીમાં સમાયેલા બધા જ દેવોને આમંત્રણ આપી દીધું અને તેમના દ્વારા બધાય દેવોને તે આમંત્રણ પણ મળી ગયું. "
આ જવાબ સાંભળી અને બુધ્ધિશાળી એવા ગણપતિજીને માતા પાર્વતિજીએ વ્હાલ કરી અને પોતાના ખોળામાં બેસાડી લીધા. એટલું જ નહીં પરંતુ શિવજીનાં યજ્ઞનું બધા દેવોને આમંત્રણ પણ મળી ગયું અને સૌ દેવતાઓ સમયસર શિવજીનાં એ યજ્ઞમાં પણ ઉપસ્થિત રહેલાં. આમ, શ્રી ગણપતિજીએ પોતાની કુશાગ્ર બુધ્ધિ વળે પિતાજીનું એક અગત્યનું કાર્ય સિધ્ધ કર્યું.
શ્રી ગણેશજી, આપને નમસ્કાર કરું છું. આપ સર્વ વિઘ્નોની શાંતિ કરવાવાળા, ઉમા માટે આનંદદાયક તથા પરમ બુધ્ધિમાન છો. આપ ભવસાગરથી મારો ઉધ્ધાર કરો. વિઘ્નરાજ આપ ભગવાન શંકરને આનંદ આપનારા, તમારું ધ્યાન કરવાવાળાને જ્ઞાન અને વિજ્ઞાન આપનારા તથા સંપૂર્ણ દૈત્યોના એક માત્ર સંહારક આપને નમસ્કાર કરું છું. હે ગણપતિ સમે સૌને પ્રસન્નતા અને લક્ષ્મી આપવાવાળા સંપૂર્ણ યજ્ઞોના એક માત્ર રક્ષક તથા બધા જ મનોરથોને પૂર્ણ કરનારા હું પ્રેમ પૂર્વક તમને નમસ્કાર કરૂ છું.
નોંધઃ દરરોજ સવાર, બપોર, સાંજ ભકિત અને શ્રધ્ધા સાથે શ્રી ગણપતિજી પાસે પદ્મપૂરાણમાં આપવામાં આવેલી આ પ્રાર્થના કરવાથી સુખ - શાંતિ પ્રાપ્ત થાય છે.
સુખ - શાંતિ અર્થે શ્રી ગણેશ પ્રાર્થના
ગણાધિપ નમસ્તુભ્યં,
સર્વ વિધ્ન પ્રશાન્તિદ.
ઉમાનન્દપ્રદ પ્રાજ્ઞ,
ત્રાહિ મા ભવસાગરાત્.
હરાનન્દકર, ધ્યાન
જ્ઞાનવિજ્ઞાનદ પ્રભો.
વિઘ્નરાજ નમસ્તુભ્યં,
સર્વ દૈત્યૈકસુદન.
સર્વ પ્રીતીપ્રદ શ્રીદ,
સર્વ યજ્ઞૈક રક્ષક.
સર્વાભીષ્ટપ્રદ પ્રીત્યા,
નમામિ ત્વાં ગણાધિપ.
વૃકાસરનો વધ કર્યો શ્રી ગણપતિજીએ .
શિવજી અને પાર્વતિજીનાં પુત્ર વિદગ્નહર્તા શ્રી ગણેશજી છ વર્ષનાં થયા. તેમની દરરોજની બાળલીલા જોઈ શિવજી, પાર્વતિજી તેમજ શિવજીના ગણો ખુબ જ હર્ષ પામતા. સૌ શ્રી ગણપતિજીને વહાલ કરતાં ગણપતિજી પણ સૌને આનંદ આપતાં.
એક દિવસ ગણપતિજી પોતાનાં બાળ મિત્રોને સાથે રાખી અને રમવા માટે ઘરેથી નિકળી ગયેલા એવા સમયે ભગવાન શ્રી વિશ્વકર્માજી શિવલોકમાં આવ્યા. તેમણે ભગવાનશ્રી અને માતા પાર્વતિજીને પ્રણામ કર્યા. જગતપિતા એવા શિવજી અને જગત માતા પાર્વતિજીએ વિશ્વકર્માજીને આવવાનું કારણ પૂછયું ત્યારે, વિશ્વકર્માજીએ પ્રત્યુત્તર વાળતાં કહ્યું. હે માતા અમારા વિસ્તારમાં એક વૃકાસુર નામનો અસુર અને તેના સાગરીતો કોઇને ચેનથી રહેવા દેતા નથી અને દેવતાઓનું બળ તેમની પાસે ઓછું પડે છે. અને તે દેવલોકમાં ધીરે ધીરે પગ પેશારો કરી અને આગળ વધી રહ્યો છે. અને આમને આમ તે ક્યારે શિવલોક સુધી પહોંચી જાય તે પણ નક્કી નહીં. માટે હવે શું કરવું તેનો અમને કોઈ માર્ગ દેખાતો નથી. આ પ્રમાણે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અચાનક શ્રી વિઘ્નહર્તા ગણેશજી પોતાની બાલ મિત્રમંડળ સાથે શિવલોકમાં આવ્યા. ત્યાં શ્રી વિશ્વકર્માજીને જોઈ એમણે આશ્ચર્ય અનુભવ્યું. શ્રી વિશ્વકર્માજી બાળ સ્વરૂપ ગણપતિજીનું પૂજન કરી અને કહ્યું મંગલમુર્તિ એવા આપના દર્શન કરી અને પાવન થઇ ગયો. બાળક શ્રી ગણપતિજીને શ્રી વિશ્વકર્માજીએ કહ્યું. એ બધું તો ઠીક પરંતુ આ મારા માટે કંઈક લાયક એવી ભેટ લાવ્યા છો ? હું જાણું છું કે આપ તો ઓલૌકિક વસ્તુઓ બનાવી શકવા માટે શક્તિમાન છો. ત્યારે શ્રી વિશ્વકર્માજી બોલ્યા, તમને તો હું શું ભેટ આપી શકું ? તેમ છતાં પણ મારી શક્તિ અનુસાર અને મારાથી આપી શકાય તેવી આ ભેંટ કે જેમાં શિક્ષણ અંકુશ, પરશુ, પાસ અને પદન લઇ આવ્યો છું. જેના વડે તમે તમારા શત્રુઓનો સંહાર કરી શકશો.
આ નવિન ભેંટની વસ્તુઓ જોઈ અને શ્રી ગણપતિજી તો રાજીના રેડ થઈ ગયા અને કહેવા લાગ્યા કે, મેં સાંભળ્યું છે કે હમાણા વૃકાસુર નામના એક દૈત્ય અને તેના અસુર મિત્રોથી દેવતાઓ ત્રસ્ત થયેલા છે. આ શસ્ત્રોનો સર્વપ્રથમ હું તેમના પર પ્રયોગ કરીશ. માટે મને આ શસ્ત્રોનો ઉપયોગ કરતાં શીખડાવો. ત્યારે શ્રી વિશ્વકર્માજી મંગલમુર્તિ એવા શ્રી ગણપતિજી મહારાજને પોતે બનાવેલા અસ્ત્ર-શસ્ત્રનો કઇ રીતે ઉપયોગ કરવો તેનું જ્ઞાન આપ્યું. અને ત્યાર પછી શિવજી પાર્વતિજી અને ગણપતિજી પાસેથી શ્રી વિશ્વકર્માજીએ વિદાય લીધી. ત્યાર પછી તો બાળક એવા શ્રી ગણપતિજીએ તે શસ્ત્રો ચલાવવાનો અભ્યાસ પણ સારી રીતે કરી લીધો. પછી તો તે શસ્ત્રો તેમને ખૂબ જ પ્રિય થઈ ગયા. એટલે કાયમ તેને સાથે રાખવાનું તેમને ખૂબ જ ગમતું. એક દિવસ આ શસ્ત્રો સાથે લઈ અને પોતાનાં બાલ મિત્ર-મંડળ સાથે રમતો રમી રહ્યાં હતાં. બરાબર આ સમયે વૃકાસુર નામનો એક રાક્ષસ અને તેના સાથે અન્ય અસુરો ત્યાં આવી ચડ્યા. તેને આવતા જોઈ અને ગણપતિજીની સાથે રમી રહેલા અન્ય બાળકો ત્યાંથી ભાગવા લાગ્યા. પરંતુ, વિકરાળ એવા અસુરોને જોઇને પણ ગજાનન જરા પણ ગભરાયા વિના ત્યાં જ ઊભા રહ્યાં. અસુર એવા વૃકાસુરનું લક્ષ્ય પણ શ્રી ગણપતિજી જ હતા. બંને વચ્ચે ભંયકર યુદ્ધ થયું અને તેની વાત ચારે તરફ ફેલાતાં સર્વતરફ હાહાકાર છવાઈ ગયો. શ્રી ગણપતિજીએ અત્યંત બુદ્ધિપૂર્વક યુધ્ધ કરી અને પાશ-અંકુશનાં હમલા વડે અસર એવા વૃકાસુરને લોહી લુહાણ કરી નાખ્યો. એ જોઈ અને તેની સાથે આવેલા અસુરો તો ભાગી જ ગયા. વૃકાસુર પણ પછી લોહી લુહાણ હાલતમાં ધરતી પર ઢળી પડ્યો અને તેનાં પ્રાણ પંખેરૂ ઉડી ગયા .
આ સમયે શ્રી શિવજી-પાર્વતિ, શ્રી વિષ્ણુ-લક્ષ્મીજી, બ્રહ્માજી-સાવિત્રી તથા સમસ્ત દેવતા ગણો ત્યાં આવ્યા. દેવતાઓએ પુષ્પવૃષ્ટી કરી. દુન્દુભી નગારા વાગ્યા અને સર્વત્ર શ્રી ગણપતિજીનો જય જયકાર થયો.
ગણપતિને પ્રસન્ન કરવાનો પ્રયોગ
શ્રી ગણપતિ વિઘ્નહર્તા, મગંલકર્તા તથા રિદ્ધિ-સિદ્ધિના દાતા છે. તેમને પ્રસન્ન કરવા માટે શ્રી ગણપતિજીના ભક્તી માટે એક સરળ પ્રયોગ અહીં રજૂ કરૂ છું. ગણપતિજીની દ્વાદશ નામાવલી નીચે આપેલી છે. તે એક એક નામ સાથે શ્રી ગણપતિજીને દૂર્વા ચડાવવાથી વિનો દૂર થાય છે, ઘરમાં મંગલમય વાતાવરણ રહે છે અને રિદ્ધિ-સિદ્ધિ સમૃદ્ધિ કાયમ રહે છે.
આ મંત્રો સાથે દુર્વા ચડાવ્યા પછી શ્રી ગણપતિજીને હાથ જોડી, પગે લાગી નીચે મુજબ પ્રાર્થના કરવી.
નમસ્તસ્મૈ ગણેશાય,
બ્રહ્મ વિદ્યા પ્રદાયિને.
યસ્યા ગસ્ત્યા યજ્ઞે,
નામ વિધ્ન સાગરશોષણે.
શ્રી ગણપતિ-દ્વાદશ નામાવલી
૧. ઁ શ્રી સુમુખાય નમઃ
૨. ઁ શ્રી એકદંતાય નમઃ
૩. ઁ શ્રી કપિલાય નમઃ
૪. ઁ શ્રી ગજકર્ણાય નમઃ
૫. ઁ શ્રી લંબોદરાય નમઃ
૬. ઁ શ્રી વિકટાય નમઃ
૭. ઁ શ્રી વિઘ્નનાશાય નમઃ
૮. ઁ શ્રી વિનાયકાય નમઃ
૯. ઁ શ્રી ધુમ્રકેતવે નમઃ
૧૦. ઁ શ્રી ગણાધ્યક્ષાય નમઃ
૧૧. ઁ શ્રી ભાલચંદ્રાય નમઃ
૧૨. ઁ શ્રી ગજાનનાય નમઃ
ગણપતિજીની પૂજાનું કલિયુગમાં મહત્ત્વ
અધ્યાત્મિક ક્ષેત્રે મોખરે રહ્યું છે. આ અધ્યાત્મિક શક્તિને સતત વધારવા માટે જ વિવિધ પ્રકારનું શાસ્ત્રોક્ત આયોજન કરેલું છે. આ વિવિધ પર્વોમાંના એક પર્વ 'વિનાયક ચતુર્થી' કે જેને " ગણેશ ચતુર્થી " પણ કહેવામાં આવે છે. તેનું અનેરું મહત્વ છે. દરેક પૂજામાં સૌ પ્રથમ ગણપતિજીની પૂજા કરવાની શાસ્ત્રોની આજ્ઞા છે. ત્યારે ભગવાન સુદ ચોથનાં આવતા આ ઉત્સવથી દસ દિવસ સુધી શ્રધ્ધાળુ ભક્તજનો ગણપતિજીમય બની રહે છે.
કલિયુગમાં શ્રી ગણપતિજીની ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. તેથી જ કહેવાયું છે કે, " કલૌ ચંડી વિનાયકો .? અર્થાત કલિયુગમાં "માં ચંડીકા દેવી" તથા "વિઘ્નહર્તા ્ વિનાયક દેવ" જલદી ફળનારા દેવી-દેવતા છે. ગણપતિજીને વિનાયક નામ આપવામાં આવ્યું છે. વિનાયક એટલે વિશિષ્ટ નાયક જે નિયત્તા વિશેષ રૂપથી લઈ જાય તે.
શાસ્ત્રોક્ત મતો અનુસાર બધા જ કાર્યોની શરૂઆત કરતાં પહેલા શ્રી ગણપતિજીનું પૂજન કરવું અનિવાર્ય ગણાય છે. ત્યારે જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે ગણપતિજીનું પૂજન કરવામાં આવે છે. ક્યાંક માટીની પ્રતિમા, ક્યાંક હળદરની પ્રતિમાં ક્યાંક ચાંદીની પ્રતિમા તો ક્યાંક સુવર્ણની પ્રતિમા તો ક્યાંક સોપારીમાં એમ વિવિધ રીતે ગણપતિજીનું પૂજન કરવામાં આવે છે. આનો મતલબ એ છે કે, આ બધીજ પાર્થીવ વસ્તુઓમાં તે દેવતાનો વ્યાપ્ત છે.
પરંતુ આ "ગણેશ ઉત્સવ" દરમ્યાન તો ખાસ કરીને માટીનાં ગણપતિની પ્રતિમાનું જ પૂજન કરવાનો મહિમા છે. જે વર્ષોથી પરંપરાગત રીતે ચાલ્યો આવે છે. આ સમય દરમ્યાન સોના-ચાંદી કે અન્ય કોઈ વસ્તુનાં ગણપતિની પૂજાનું ખાસ મહત્વ નથી રહેતું. તેનું કારણ ગણપતિજીને ભુતતત્વ રૂપી માનવામાં આવે છે. તેથી માટીના ગણપતિજીની પ્રતિમાનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રી ગણપતિજીને દુર્વા, શમીપત્ર અને મોદક એટલે કે લાડુ અત્યંત પ્રિય છે. શાસ્ત્રો " દુર્વા " નો અર્થ જીવ એવો કરે છે. જીવ સુખ અને દુઃખને ભોગવવા માટે જ જન્મ લે છે. આ સુખ અને દુઃખ રૂપ ટુન્ટેને દુર્વા રૂપે ભક્તગણ ગણપતિજીને અર્પણ કરે છે. જ્યારે શમીવૃક્ષને બ્રહ્મવૃક્ષ પણ કહે છે. જેના પાન ગણપતિજીને વિશેષ પ્રિય છે. તેના વડે ગણપતિજીનું પૂજન કરવાથી જીવને બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય છે. તેવું શાસ્ત્રોનું વિધાન છે. મોદક એટલે કે લાડુ પણ ગણપતિજીને પ્રિય છે. મોદક શું? તો શાસ્ત્રો કહે છે કે, આનંદ એજ મોદક છે. માટે જ સંસ્કૃતમાં કહ્યું છે, "આનન્દો મોદઃ પ્રમોદઃ" જોકે ગણપતિજીને પ્રિય એવા આ મોદક એટલે કે લાડુને દરેક પ્રદેશોમાં જુદી જુદી રીતે બનાવીને ધરવામાં આવે છે.
આ ગણપતિની ઉપાસના સૌ પ્રથમ વિદ્યાના ઉપાસકો માટે જરૂરી છે. તો સાથે લક્ષ્મી મેળવવા ઈચ્છતા કે રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ ઈચ્છતા ભક્તો કે જાત જાતનાં વિઘ્નોમાં અટવાતા ભક્તજનોને તેમાંથી મુક્ત થવા માટે શ્રી ગણપતિજીની ઉપાસના વિશેષ ફળદાયી નિવડે છે. તેવું આપણા શાસ્ત્રોનું વિધાન છે.
આ ગણપતિજીનાં જન્મ વિશે વિવિધ કથાઓ આપણા શાસ્ત્રોમાં જુદી જુદી રીતે આપી છે. તેમાં શિવપુરાણ, લિંગપુરાણ, ઼ પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, મહાભારત વગેરેમાં ગણપતિજીનો ઉલ્લેખ જોવા મળે છે. કેટલીક જગ્યાએ વેદોમાં પણ ગણપતિજીનો ઉલ્લેખ હોવાની નોંધ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રી ગણપતિજીનું મહત્ત્વ ખૂબ જ છે. અને આ શ્રી ગણેશજીનાં તત્ત્વને સમજવું પણ સહેલું તો નથી જ ગણપતિજીએ ઉત્તમ આદર્શોની સ્થાપના કરી અને જગતને વિવિધ બોધ આપ્યા છે. શ્રી ગણપતિજીને પરમ દેવતા લેખવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં પંચદેવતાઓમાં ગણપતિજીનું સ્થાન મુખ્ય ગણવામાં આવે છે. આવા સિધ્ધી દાતા, શ્રી ગણપતિજીની ઉપાસના કલિયુગમાં વિશિષ્ટ ફળ આપનારી છે. શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અને ભક્તિ વડે ગણપતિજીને પૂજન અર્ચન અને નામ સ્મરણ વડે પ્રસન્ન કરી અને શુભ ફળની પ્રાપ્તિ કરે તેવી શુભેચ્છા.
નોંધઃ ઉપરોક્ત શ્રી ગણેશ-ગાયત્રી મંત્ર અગ્નિ પુરાણ, મૈત્રાયણીય-સંહિતા, તૈતિરીયારણ્યક, નારાયણોય નિષદમાંથી લેવામાં આવેલા છે. ગાયત્રી સાથે ગણપતિજીનું સ્મરણ વિશેષ લાભપ્રદ હોવાનો વિદ્વાનોનો મત છે. તેને ધ્યાને લઈને અત્રે આ ગણેશ-ગાયત્રી મંત્રો આપેલા છે. તેમાંથી જે અનુકુળ લાગે તે મંત્રનો જાપ શ્રદ્ધાપૂર્વક કરી શકાય.
બ્રહ્માજીએ કરેલી વિઘ્નોના નાશ અર્થે શ્રી ગણપતિજીની ઉપાસના
મંગલ વાતાવરણ રહે તે માટે શ્રી ગણપતિજી પ્રાર્થના
ગણપતિ વિધ્ન રાજો લમ્બતુન્ડો ગજાનનઃ,
દ્વૈમાતુરશ્ય હેરમ્બ એકદન્તો ગણાધિપઃ
વિનાયક શ્વારુકર્ણઃ પશુપાલો ભવાત્મજઃ,
દ્વાદશૈતાનિ નામાનિ પ્રાતરુત્થાય યઃ પડેત્
વિશ્વ તસ્ય ભવેદ્વશ્યં ન ચ વિઘ્નં ભવત્કૃચિત્
અર્થઃ હે ગણપતિ, વિધ્નરાજ, લમ્બતુંડ, ગજાનન, દ્વૈમાતુર, હરેમ્બ, એકદંન્ત, ગણાધિપ, વિનાયક, ચારુકર્ણ, પશુપાલ અને ભાવાત્મજ આ શ્રી ગણપતિજીના નામ છે. જે કોઈ શ્રદ્ધા સાથે પ્રાંતઃકાળે ઉઠીને તેનો પાઠ કરે છે., સંપૂર્ણ વિશ્વ નેતા વશમાં થઈ જાય છે અને તેને કદાપિ વિઘ્નનો સામનો નથી કરવો પડતો.
નોંધઃ વિઘ્નહર્તા શ્રી ગણપતિજી સામે દિવો-અગરબત્તી કરી નિત્ય પ્રાતઃકાળે આ બાર નામનો શ્રધ્ધાપૂર્વક પાઠ કરવાથી ઉપરોક્ત ફળની પ્રાપ્તિ થાય છે..
એકવાર સૃષ્ટિના રચયિતા શ્રી બ્રહ્માજીનાં કાર્યોમાં સતત વિધ્નો ઉત્પન્ન થતાં. તેનું કારણ તેમને એવું અભિમાન થઈ આવ્યું હતું કે, ગમે તેમ પણ મારા જેવો કોઈ મહાન નહીં. હું સૃષ્ટિની રચના કરું છું. એ સૃષ્ટિ કેવી અલૌકિક થાય છે. જો હું ન હોત તો આ સૃષ્ટિની રચના કઈ રીતે થઈ શકત ? આમ તે, મનોમન વિચાર કરી રહ્યાં હતા. આ પ્રમાણે અભિમાન ઉત્પન્ન થતાં જ તેમનાં દરેક કાર્યોમાં વિઘ્નો ઉત્પન્ન થવા લાગ્યા.
આ વિઘ્નોનો સામનો કરી અને આખરે બ્રહ્માજી વ્યથિત થઇ ગયા. વ્યથિત થયેલા બ્રહ્માજીને વિઘ્નોમાંથી મુક્ત થવાનો કોઇ માર્ગ જ દેખાતો ન હતો. આખરે તેમણે વિઘ્નોનાં નાશ અર્થે શ્રી ગણપતિજીની એકદંત સ્વરૂપ ઉપાસના શરૂ કરી. તેમણે ઉગ્ર સાધના શરૂ કરી એટલે વિઘ્નોનાં હતાં એવા શ્રી ગણેશજી બ્રહ્માજીની આ સાધનાથી પ્રસન્ન થયા અને સાક્ષાત પ્રગટ થયા.
શ્રી ગણપતિજી પ્રગટ થયા તેથી બ્રહ્માજીને મનમાં શાંતિ વળી. તેમની સામે હાથ જોડી અને બ્રહ્માજીએ ખરા અંતઃકરણ પૂર્વક સ્તુતિ કરી. ત્યારે ગણપતિજીએ પોતાની ઉપાસના કરવાનું કારણ બ્રહ્માજીને કહ્યું. "હે બ્રહ્માજી સૃષ્ટિના રચયિતા એવા તમે મને શા માટે યાદ કરી રહ્યાં છો. જો તમને કંઈક મદદરૂપ થઈ શકતો હોઉ તો તે માટે હું તૈયાર છું. તમે કૃપા કરીને મને તમારા સંકટનું કારણ જણાવો." ત્યારે બ્રહ્માજી બોલ્યા, "હે પાર્વતિ નંદન, એકદન્ત ધારી વિઘ્ન હર્તા, સૌનું મંગલ કરતાં શ્રી ગણપતિજી, છેલ્લા કેટલાક સમયથી હું વિવિધ પ્રકારનાં વિઘ્નોમાં ફસાયેલો રહું છું. આ વિઘ્નોએ મારી પરિસ્થિતિ બધી જ રીતે બગાડી નાખી છે. વિઘ્નોને કારણે હું કોઈ કાર્ય સરળતા પૂર્વક નથી કરી શક્તો. એટલું જ નહીં આ વિઘ્નોને લીધે હું અશાંતિ વડે ચો તરફથી એવો ઘેરાઇ ગયો છું કે મને શાંતિ માટેનો કોઇ માર્ગ દ્રશ્યમાન નથી થતો. એક વિઘ્નમાંથી મુક્ત થાઉં ત્યારે બીજા ચાર વિઘ્નો મારા માટે તૈયાર ઊભા હોય છે. આ વિઘ્નોને લીધે ત્રસ્ત હોઇ તેને કારણે હું બીજાઓને પણ સારા વર્તનથી રાજી નથી કરી શકતો. વિઘ્નોમાંથી મુક્ત થવા માટે જ તમારી સાધના કરેલી. જુઓ, હું જાણું છું કે આખાય જગતના વિઘ્નો દૂર કરવા માટે આપ અને માત્ર આપ જ શક્તિમાન છો. માટે જ હું તમારા શરણે આવ્યો છું. બ્રહ્માજીની વાતોથી પ્રસન્ન થયેલા શ્રી ગણપતિજીએ બ્રહ્માજીને વરદાન આપતાં કહ્યું, " હે બ્રહ્માજી તમેતો સૃષ્ટિ કર્તા છો. તમારા કાર્યોમાં વિઘ્ન આવે તો કેમ ચાલે ? માટે આજથી તમને કોઈ વિઘ્ન નહીં નડે તેવું હું વચન આપું છું. માટે તમે તમારા કાર્યોમાં ફરી પ્રવૃત્ત થાવ અને વિઘ્નોથી મુક્ત રહો તેવું મારું વરદાન છે."
આ પ્રમાણે શ્રી ગણપતિજી મહારાજને પ્રસન્ન કરી અને પોતાના વિઘ્નો દૂર કરી બ્રહ્માજીએ રાહતનો અનુભવ કરેલો. આ જગતનાં કર્તા જો પોતાનાં વિઘ્નોનાં નાશ માટે શ્રી ગણપતિજીની ભક્તિ કરે તો જગતનાં લોકોએ પણ વિઘ્નોનાં નાશ માટે વિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું ભક્તિપૂર્વક પૂજન-અર્ચન વગેરે કરવા જોઇએ.
પરમ ભક્ત કેવટ ભ્રુશુન્ડીજી ગણપતિજીના
વિઘ્નનાશ માટેનું ગણપતિ સ્ત્રોત
શ્રી રાધિકોવાત પર ધામ
પર બ્રહ્મ પરેશં પરમીશ્વરમ,
વિઘ્ન નિઘ્નકરં શાન્તં
પુષ્ટં કાજામનન્તકમ.
સુરા સુરેન્દ્રૈ સિધ્ધેન્દ્રૈ
સ્તુતં સ્તૌમિ પરાત્પરમ્,
સુરપદમ દિનેશં ચ
ગણેશં મહ્: લાયનમ્.
ઈદં સ્તોત્રં મહાપુણ્યં
વિઘ્ન શોકહરં પરમ.,
અર્થઃ શ્રી રાધિકાએ કહ્યું-જે પરમધામ, પરમબ્રહ્મ, પરેશ, ઼ પરમ ઈશ્વર, વિઘ્નોના વિનાશક, શાંન્ત, પુષ્ટ, મનોહર અને અનન્ત છે ; પ્રધાન - પ્રધાનસુર, અસુર અને સિધ્ધ જેમનું સ્તવન કરે છે ; દેવરુપી કમળ સૂર્ય અને મંડલોના આશ્રય સ્થાન છે તે પરાત્પર ગણેશજીની હું સ્તુતિ કરું છું. આ ઉત્તમ સ્ત્રોત મહાન પૂણ્યમય તથા વિઘ્ન તથા શોકનો નાશ કરનાર છે. જે કોઈ પ્રાતઃકાળ ઉઠને આ સ્ત્રોતનો પાઠ કરે છે તે સંપૂર્ણ વિઘ્નોથી વિમૂક્ત થઇ જાય છે.
નોંધઃ બ્રહ્મ વૈવર્તપુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડમાંથી લેવામાં આવેલ આ શ્રી ગણપતિ-સ્ત્રોત શ્રી રાધિકા દ્વારા રચાયેલું છે. જે શીધ્ર ફળદાયી નીવડે છે.,
પુરાતન કાળની વાત છે. દંડકારણ્યમાં નન્દુર નામના પ્રસિધ્ધ નગરમાં નામા નામનો એક કેવટ રહેતો હતો. તે અભણ હતો પરંતુ પૂર્વ કર્મના પ્રભાવ તેમજ સંગ દોષથી કુટીલ અને અત્યંત ક્રુર પણ થઈ ગયો હતો. તેને કોઇના પ્રત્યે દયા નહોતી આવતી. તેની જેમ જેમ ઉમર વધતી ગઇ તેમ તેમ તેનામાં દુર્ગુણોનો વધારો થતો ગયો. તે યુવાન થયો ત્યારે રીઢો ચોર, દારૂ-માંસનો સેવન કરનાર, પરદારા અને પરધનનું હરણ કરનાર મનુષ્યનાં રૂપમાં પશુ જ થઈ ગયો. પોતાના નાના સ્વાર્થની પૂર્તિ માટે તે મનુષ્યની હિંસા કરવી તે તેના માટે સાવ સામાન્ય બાબત હતી. તેના કુકર્મથી ત્રાસી ગયેલા લોકોએ સાથે મળી તેને નન્દુર નગર માંથી કાઢી મુક્યો. હળધૂત થઈ નગરમાંથી કઢાયેલો નામા ત્યાંથી થોડે દૂર એક જંગલમાં વસવાટ કરવા લાગ્યો. ત્યાં તેની સાથે તેની પત્ની-બાળકો પણ રહેતા હતાં. તેનું તે સારી રીતે ભરણપોષણ કરતો. ત્યાંથી જે પણ યાત્રિકો નિકળે તેમની હત્યા કરી તેનું ધન આદિ લૂંટી લેતો. નિર્દોષ લોકોને લૂંટવું તેમની હત્યા કરવી તે તેનો નિત્યક્રમ થઈ ગયો હતો. તે ઉપરાંત તે નિર્દોષ વન્ય પશુઓની પણ ક્રુરતાપૂર્વક હત્યા કરતો રહેતો. એક દિવસ તે વનમાં પશુઓની હિંસા કરતો આંનદ પામતો નાચતો-કૂદતો જતો હતો ત્યાં અચાનક તેનો પગ ખાડામાં પડતા પગમાં મોચ આવી ગઈ તેથી તેનાથી ચીસ પડાઈ ગઈ.
ધીરે ધીરે, તેની પીડા વધવા લાગી તેથી પાસેનાં એક મંદિરનાં ઓટલે બેસી ગયો. તે મંદિર શ્રી ગણપતિજીનું હતું. પાસે જ એક પાણીનો કુંડ હતો. જે ગણેશ કુંડ તરીકે પ્રસિધ્ધ હતો. તેમાંથી જલપાન કરી સ્નાન કરી તે શુધ્ધ થયો. બરાબર એજ સમયે ગણપતિજીનાં ઉપાસક મુદગલ મુનિ ત્યાં આવ્યા. તેમને જોઈ પોતાની પીડાને ભૂલી જઇ તે તુરત જ મુદ્ગલ મુનિને મારવા માટે તત્પર બન્યો, પરંતુ મુદ્ગલ મુનિએ તેની આંખો સાથે આંખો મિલાવી કે, તુરત જ નામા કેવટનું શરીર ઠંડુ પડી ગયું . તેનાં હાથમાંથી હથીયાર પડી ગયા. મુદ્ગલ મુનિનાં દર્શન માત્રથી નામ કેવટએ એક અનોખી શાંતિનો અનુભવ કર્યો. તેનાં મન-બુદ્ધિમાં મોટું પરિવર્તન આવી જતાં તે પોતે પણ વિસ્મય પામ્યો. તે મુદ્દગલ મુનિનાં ચરણોમાં પડી ગયો. મુગલ મુનિએ તેને ઊભો કર્યો. ત્યારે નામા કેવટ હાથ જોડી કહેવા લાગ્યો, "હે કરુણા મૂર્તિ , હું દુષ્ટાત્મા છું. મેં ઘણા પાપો આ જીવનભર કર્યા છે. પરંતુ હવે મારા ભાગ્યનો ઉદ્દય થઇ રહ્યો હોઇ આપના દર્શનની પ્રાપ્તિ થઇ છે. આપના દર્શન થતાં જ મારા હાથમાંથી જે હથીયાર પડી ગયા છે તે હવે ફરી આ હાથમાં નહીં આવે. હવે મારું જીવન કલ્યાણમય બને તે માટેનું માર્ગ બતાવો."
આમ કહી તે ફરી મુદ્દગલ મુનિનાં ચરણોમાં પડી ગયો. તેની આંખોમાંથી આંશ્રુઓ વહેવા લાગ્યા. ફરી મુદ્દગલ મુનિએ તેને ઊભો કરી તેના મસ્તક ઉપર હાથ ફેરવી તેને ાા ઁ ગમ્ ગણપતયે નમઃ ાા એ મંત્રની દીક્ષા આપી. તેમજ મુદગલ મુનિએ એક સુકી લાકડીને ત્યાં એક ખાડો કરી તેમાં રોપી નામા કેવટને કહ્યું, "તારે મેં દિધેલા મંત્રનાં એકાગ્રતાથી સતત જાપ કરતાં રહેવાની સાથે સાથે સવાર-સાંજ મેં રોપેલી આ લાકડીને પાણી દેતા રહેવાનું. જ્યારે તેમાં પાન ફૂટશે ત્યારે હું અહીં પાછો આવીશ . ત્યાં સુધી મેં આપેલા મંત્રમાં શ્રધ્ધા રાખી તેનાં જાપ કરતો રહેજે."
આ પ્રમાણે આજ્ઞા આપી મુદ્દગલ મુનિ તો ત્યાંથી ચાલ્યા ગયા. શ્રધ્ધા પૂર્વક સતતા ઁ ગમ્ ગણપતયે નમઃ એ મંત્રનો જાપ કરતાં, અને સુકી રોપેલી લાકડીને પાણી પાતાએ નામા કેવટ પોતાની પત્નિ - બાળકો તથા સંસારની બધી જ માયા ભૂલી જઈ શ્રી ગણપતિજીમય બન્યો. ત્યારે એક દિવસ એ રોપાયેલી સુકી લાકડીમાં લીલાછમ પાન ઉગ્યા. બીજી બાજુ મુદ્દગલ મુનિ આવ્યા. તેમજ ત્યાં સાક્ષાત ગણપતિજી પણ પ્રગટ થયા. સતત તપને કારણે નામા કેવટને મસ્તકનાં મધ્ય ભાગ ભ્રકુટીમાંથી સૂંઢ નિકળી આવી હતી. આથી મુગલ મુનિ અને ગણપતિજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરનાર નામા કેવટનું નામ મુદ્દગલ મુનિએ ભૃશુન્ડી (ભ્રકૂટીમાં સૂંઢ છે તે) પાડ્યું. ગણપતિજી અને મુદગલ મુનિએ તેમને અનેક વરદાન આપ્યા. તેથી ભ્રુશુન્ડીજીનાં દર્શનાર્થે ઈન્દ્ર વગેરે દેવો આવ્યા અને પોતાના જીવનની ધન્યતા અનુભવવા લાગ્યા. આમ, ઘોર પાપી નામા કેવટ ભગવાન શ્રી ગણપતિજીને પ્રસન્ન કરી જગતમાં મહાન ભૃગુન્ડીના નામથી પ્રસિધ્ધ થઇ એક કલ્પ સુધી જગતમાં પૂજનીય રહ્યાં.
એક દંતવાળા દેવ તરીકે ભગવાન જગ પ્રસિદ્ધ થયા..!
ાા આ પ્રકારે " સંતાનગણપતિસ્તોત્ર " પૂર્ણ થયો ાા
પુત્ર પ્રાપ્તિ માટે શ્રી ગણપતિ સ્ત્રોત
નમોડસ્તુ ગણનાથાય સિધ્ધિબુધ્ધિતુતાય ચ,
સર્વ પ્રદાય દેવાય પુત્ર વૃધ્ધિ પ્રદાય ચ.
ગુરુદરાય ગુરવે ગોખ્રે ગુહ્યાસિતાય તે,
ગો પ્યાય ગો પિતાશેષભુવનાય ચિદાત્મને.
વિશ્વભૂલાય ભવ્યાય વિશ્વસૃષ્ટિકરાય તે,
નમો નમસ્તે સત્યાય સત્યપૂર્ણાય શન્ડિને.
એકદન્તાય શુધ્ધાય સુમુખાય નમો નમઃ
પ્રપત્રજાપાલાય પ્રણતાતિવિનાશિને.
શરણં ભવ દેવેશ સંતતિ સુદૃઢાં કુરુ,
ભવિષ્યન્તિ ચ યે પુત્રા મત્કુલે ગણનાયક.
તે સર્વે તવ પૂનીર્થ નિરતઃ સ્થુર્વરો મતઃ
પુત્રપ્રદમિદં સ્તોત્ર સર્વસિધ્ધિ પ્રદાયકમ
ાા ઇતિ સંતાન ગણપતિ સ્તોત્ર સંપૂર્ણમ્ ાા
ભગવાન કાર્તિક સ્વામિ એક સમયે લક્ષણ શાસ્ત્ર કે જેને આપણે સામુહિક શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ તેની રચના કરી રહ્યાં હતાં ત્યારે પુરૂષોનાં લક્ષણ શાસ્ત્રને તૈયાર કરી લીધા પછી સ્ત્રીઓનાં લક્ષણ શાસ્ત્રને લખવાની શરૂઆત કરી. બરાબર આ સમયે વિઘ્નહર્તા ગણપિતજી જ્યાં કાર્તિક સ્વામિ શાસ્ત્ર લખી રહ્યાં હતાં ત્યાં પહોંચી ગયા અને કાર્તિક સ્વામિનાં કાર્યમાં વિઘ્ન ઊભું કરવાનું શરૂ કર્યું. આથી, કાર્તિક સ્વામિએ તે મને પ્રેમપૂર્વક શાંતિથી વાળવા માટે અને તેમ ન કરવા માટે સમજાવ્યા. પરંતુ એમ માની જાય તો એ ગણપતિજી શા ના...? ગણપતિજીએ તો વધુને વધુ કાર્તિક સ્વામિને પરેશાન કરવાનું શરૂ કર્યું . આથી કાર્તિક સ્વામિ ખૂબ જ ગુસ્સે ભરાયા. ગુસ્સે ભરાયેલા કાર્તિક સ્વામિ અને ગણપતિજી વચ્ચે યુદ્ધ થયું. ગુસ્સામાંને ગુસ્સામાં કાર્તિક સ્વામિએ ગણપતિજીનો એક દાંત ભાંગી નાખ્યો અને તેમને મારવા માટે તત્પર બની ગયા.
આ સમયે અચાનક ભગવાન શંકર આવી ગયા. પરસ્પર લડતાં બન્ને પુત્રોને શાંત પાડી તેમને લડવાનું કારણ પૂછયું, "તમે બન્નેએ આ શું માંડ્યું છે ? તમે શા માટે ઝગડો છો?" ત્યારે કાર્તિક સ્વામિએ ઝગડાનું કારણ બતાવ્યું. ત્યારે શિવજીએ બન્નેને ફરી ઝગડો ન કરવા સમજાવ્યા. ત્યારપછી ગણપતિજીને કાર્તિક સ્વામિએ તેમનો તોડેલો દાંત તેમને પરત આપ્યો. ત્યારથી ગણપતિજીએ દાંત પોતાના હાથમાં ધારણ કરી રાખે છે. વળી ત્યારથી જ ભગવાન વિઘ્નહર્તા ગણપતિજી એક દાંતવાળા દેવ તરીકે ઓળખાયા.
અર્થ : સિધ્ધિ - બુધ્ધિ સહિત તે ગણનાથને નમસ્કાર કરું છું. જે પુત્ર વૃધ્ધિ પ્રદાન કરવાવાળા તથા બધુ જ આપનારા દેવતા છે. જે ભારી પેટવાળા, ગુરુ, ગોપ્તા(રક્ષક), ગુહ્ય(ગૂઢસ્વરૂપ) તથા ગૌર છે ; જેમનું સ્વરૂપ અને તત્વ ગોપનીય છે તથા જે સમસ્ત ભવનોના રક્ષક છે . તે ચિદાત્મા એવા શ્રી ગણપતિને નમસ્કાર છે. જે વિશ્વના મૂળ કારણ, કલ્યાણ સ્વરૂપ, સંસારની સૃષ્ટિ કરવાવાળા, સત્યસ્વરૂપ તથા સૂઢધારી છે, તેવા આપ ગણેશ્વરને વારંવાર નમસ્કાર કરું છું. જેમનો એક દાંત અને સુનન્દર મુખ છે ; જે શરણાગત ભક્તજનોના રક્ષક તથા પ્રાણતજનોની પીડાનો નાશ કરવાવાળા છે. એ શુધ્ધ સ્વરૂપ આપ ગણપતિને વારંવાર નમસ્કાર કરું છું. દેવેશ્વર, આપ મારા માટે શરણદાતા છો. મારી સંતાનપરમ્પરને સુદ્રઢ કરો. હે ગણનાયક, મારા કુળમાં જ પુત્ર થાય તે બધા જ તમારી પુજા માટે સદાય તત્પર રહે. તે વરદાન પ્રાપ્ત કરવું તે મારા માટે ઇષ્ટ છે. આ પુત્ર પ્રદાયક સ્તોત્ર સમસ્ત સિધ્ધિયો આપનાર છે. પંડારામા પ્રભુ રાજ્યગુરૂ ( દ્રાવિડ બ્રાહ્મણ )